શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલા બીજેપીમાં જોડાયા

શનિવાર, 14 જુલાઈ 2018 (11:57 IST)

Widgets Magazine
mahendr singh vaghela

કોંગ્રેસને રામ રામ કરનારા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. વાઘેલનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે, મહેન્દ્રસિંહ વાઘેલા શનિવારે રથયાત્રાના દિવસે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ તરફથી આ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી અપાયું. રાજ્યસભાની ચૂંટણી સમયે મહેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.
 
ઉલ્લેખનિય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા 2012ની વિધાનસભાની ચુંટણીમાં બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચુંટાયા હતા. જાકે રાજ્યસભાની ચુંટણી પહેલા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ બાયડના ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ હતું.
 
અષાઢી બીજ અને રથયાત્રાને દિવસે ગુજરાતના રાજકારણમાં સમીકરણ બદલાયા છે. કેટલાય સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા ક્યારે ભાજપમાં જોડાશે તે વાતની ચર્ચા જોર થતી હતી, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન ન થતાં મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે. ભાજપ સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ ચૌહાણની ટિકિટ કાપશે એ નક્કી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકર સિંહ વાઘેલા પુત્ર મહેન્દ્ર વાઘેલા બીજેપી તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ ન્યુઝ Mahendrasinh Shankersinh-vaghela-son. . Joins-bj Gujarat Newspaper Gujarati News Gujarati Website India News Gujarat Local News Gujarat News Headlines Daily Gujarat News Latest Gujarati News News In Gujarati Live Gujarati News Gujarati Regional News Latest News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા Live: - અખાડાઓ અને ભજન મંડળીઓ બની આકર્ષણનું કેન્દ્ર.

સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન ...

news

Live Update - રાજ્યના 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, રાજ્યમાં કુલ 26.70 ટકા વરસાદ

- રાજ્યમાં વરસાદને કારણે 22 લોકોના મોત - ભારે વરસાદને કારણે 15 માર્ગો બંધ - ...

news

LIVE UPDATES: અબુ ધાબીથી PAK જવા રવાના થયા નવજ અને મરિયમ, લાહોરમાં તંગદીલી

નવાઝ શરીર્ફ અને તેમની પુત્રી આજે લંડનથી પરત ફરી રહી છે. સમાચારનુ માનીએ તો કદાચ એયરપોર્ટ ...

news

Video - અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા - Ahmedabad Rath Yatra: Interesting Facts

ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine