લોકસભા 2019 - બીજેપીને હરાવવા માટે અખિલેશ યાદવ આ બલિદાન આપવા પણ તૈયાર

નવી દિલ્હી., સોમવાર, 11 જૂન 2018 (11:36 IST)

Widgets Magazine

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષઅને યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે સપા-બસપા ગઠબંધનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે 2019માં બીજેપીને હરાવવા માટે બીએસપી સાથે અમારુ ગઠબંધન ચાલુ રહેશે.  બીજેપીને સત્તા પરથી હટાવવા માટે જો અમે 2-4 સીટોની બલિ પણ ચઢાવવી પડી તો અમે પાછળ નહી હટીએ.  અમારુ મકસદ બીજેપીને હરાવવાનો છે અને એ માટે અમે ઓછી સીટો પર લડીને બીએસપી સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ.  પેટાચૂંટણીમાં બીએસપી સાથે થયેલ ગઠબંધન 2019માં પણ ચાલુ રહેશે.  અખિલેશ યાદવનુ નિવેદન બસપા સુપ્રેમો માયાવતીના નિવેદન પછી આવ્યુ છે. તાજેતરમાં જ બીએસપી પ્રમુખ્ય માયાવતીએ કહ્યુ હતુ કે બીજા દળો સાથે ગઠબંધન ત્યારે શક્ય રહેશે જ્યારે અમને સન્માનજનક સીટો મળે. માયાવતીના આ  નિવેદન પછી અખિલેશનુ નિવેદન ખૂબ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. 
akhilesh - mayawati
અખિલેશે કહ્યું કે અમારું બસપા સાથેનું ગઠબંધન છે અને તે ચાલુ રહેશે. ભાજપને હરાવા માટે બે-ચાર સીટોનું બલિદાન કરવું પડયું તે અમે પાછળ હટીશું નહીં.
 
તેમણે દાવો કર્યો કે પ્રી-પોલ ગઠબંધનના લીધે તાજેતરની પેટાચૂંટણીમાં જીત મળી છે. આ ગઠબંધન આગળ જતાં યથાવત રહેશે. અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાંધતા કહ્યું કે તાજેતરની પેટાચૂંટણીમં દરેક એ સીટ હારી ગયું જ્યાં યોગીએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે અમે તો કૈરાના કે નુરપુર ગયા પણ નહીં છતાંય ચૂંટણી જીતી લીધી. આ જીત ભાજપની વિરૂદ્ધ કડક સંદેશ છે.
આપને જણાવી દઇએ કે માયાવતી પહેલાં જ સીટો પર વાતચીત થયા બાદ જ ગઠબંધનને લઇ તૈયાર છે. આશા એવી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા, બસપા, અને કૉંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોંઘવારીમાં વાલીઓને ઝટકો, સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં રૃ. ૫૦થી રૃ. ૧૦૦નો વધારો

શાળાના નવા સત્રનો સોમવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતીકાલથી બાળકો અભ્યાસક્રમના જ્યારે ...

news

યૂપીમાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર બસે 9 વિદ્યાર્થીઓને કચડ્યા, 6 વિદ્યાર્થી સહિત 7ના મોત

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થઈ. તેજ ગતિથી આવતી રોડવેઝ ...

news

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો ...

news

પ્રિયંકાએ ક્વોન્ટિકો વિવાદ પર માફી માંગી હતી, જણાવ્યું - ભારતીય હોવાનો ગર્વ છે

અમેરિકન ટીવી શો 'ક્વોન્ટિકો' માં, જ્યારે ભારતીયોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine