યૂપીમાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર બસે 9 વિદ્યાર્થીઓને કચડ્યા, 6 વિદ્યાર્થી સહિત 7ના મોત

સોમવાર, 11 જૂન 2018 (11:19 IST)

Widgets Magazine
accident

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થઈ. તેજ ગતિથી આવતી રોડવેઝ બસે 9 વિદ્યાર્થીઓને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 6 વિદ્યાર્થીઓ સહિત 7ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. જ્યારે કે 3 ઘાયલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિદ્યાર્થી ટૂર પર જઈ રહ્યા હતા.  ઘટના પછી બસ ડ્રાઈવર ફરાર છે. આસપાસના લોકોએ પોલીસને દુર્ઘટનાની સૂચના આપી. 
 
આ દુર્ઘટના કન્નોજ જીલ્લાના તિર્વા ગામ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે સવારે 4 વાગે થઈ.   સૂત્રોના જણાવ્યા મુજબ સંતકબીર નગરના પ્રેમાદેવી ઈંટર કોલેજના લગભગ 550 વિદ્યાર્થીઓ હરિદ્વાર પર જઈ રહ્યા હતા. 
 
સોમવારે સવારે લગભગ 4 વાગ્યે કેટલીક બસોનુ ડીઝલ ખતમ થઈ ગયુ હતુ. એક્સપ્રેસ પર તિર્વા કોતવાલી ક્ષેત્રમાં બધી બસોને રોડ કિનારે ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી એક બસથી બીજી બસમાં ડીઝલ ભરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલ રોડવેઝની બસ અનિયંત્રિત થઈ ગઈ અને  હાઈવે પર ઉભા 9 વિદ્યાર્થીઓએન કચડી નાખ્યા. દુર્ઘટનામાં 6 વિદ્યાર્થી અને એક શિક્ષકે ઘટનાસ્થળ પર જ દમ તોડયો. 
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનામાં જીલ્લા પ્રશાસન એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.  સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની મદદ આપવાનુ એલાન કર્યુ. 
 
બાદમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 302 કિલોમીટર લાંબા લખનઉ-આગરા એક્સપ્રેસવે 6 લેન વાળો છે. આ એક્સપ્રેસવેનો બનાવવામાં તેર હજાર બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો ...

news

પ્રિયંકાએ ક્વોન્ટિકો વિવાદ પર માફી માંગી હતી, જણાવ્યું - ભારતીય હોવાનો ગર્વ છે

અમેરિકન ટીવી શો 'ક્વોન્ટિકો' માં, જ્યારે ભારતીયોને આતંકવાદીઓ તરીકે દર્શાવવામાં આવ્યા ...

news

સલમાન ખાનની હત્યા કરવા મુંબઈ ગયું હતું સંપત, સખ્ત સુરક્ષા જોઈ પરત આવી ગયું.

હેદરાબાદથી પકળાયેલા ગેંગસ્ટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યું છે. ...

news

11 થી 17 મી જૂન સુધીના સાપ્તાહિક રાશિફળ: આ 7 રાશિઓને કાર્ય સફળતા મળી રહી છે, જુઓ

મેષ: સપ્તાહ દરમિયાન 10 અને 11 તારીખના સમયે નાણાંની સ્થિતિને મજબૂત થશે. વૈવાહિક જીવન ...

Widgets Magazine