બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (12:15 IST)

Sunanda Pushkar Death Case: સુનંદા પુષ્કર મૌતમાં શશિ થરૂર નિર્દોષ જાહેર

દિલ્હીની રાઉત એવેન્યુ સ્પેશલ કોર્ટએ સુનંદા પુષ્કર મોતની બાબતમાં કાંગ્રેસ સાંસદ શશિ થરૂરને નિર્દોષ જાહેર કરી નાખ્યુ છે. જણાવીએ કે 2014માં દિલ્હીના હોટલના એક સુઈટમાં સુનંદાની લાશ મળી હતી. જે પછી તેના પતિ શશિ થરૂર પર તેનો માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉશ્કેરણીનો આરોપ હતો. બુધવારે, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, ત્યારબાદ થરૂરે જજને કહ્યું કે મારા છેલ્લા 7.5 વર્ષ પીડા અને ત્રાસથી ભરેલા છે.
 
સુનંદા પુષ્કરના મૃત્યુ પછી, શશી થરૂરને જે કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના પર આરોપ લાગ્યો હતો તો તે 3 થી 10 વર્ષની કેદની સજા ભોગવી શકે છે. બુધવારે નિર્ણાયક સુનાવણી દરમિયાન, શશી થરૂરને પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસે લગાવેલા આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.