Euthanasia - સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજુરી, કહ્યુ - સન્માનથી મરવાનો પૂરો હક

શુક્રવાર, 9 માર્ચ 2018 (12:08 IST)

Widgets Magazine
enrhusia


ઈચ્છા મૃત્યુ (લિવિંગ વિલ) ના મામલે હાઈકોર્ટની સંવિધાન પીઠે મોટો નિર્ણય સંભળાવતા કેટલીક શરતો સાથે આ વાતની મંજુરી આપી દીધી. ઈચ્છા મૃત્યુ વસીયતને માન્યતા આપતા સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે સન્માન સાથે મરવાનો પુરો હક છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં લગાવેલ અરજીમાં મરણાસન્ન વ્યક્તિ તરફથી તેની ઈચ્છા મૃત્યુ માટે લખવામાં આવેલ વસીયતને માન્યતા આપવાની માંગ કરવામાં આવી હતી. લિવિંગ વિલ એક લેખિત દસ્તાવેજ હોય છે. જેમા કોઈ દર્દી પહેલાથી આદેશ આપે છે કે મરણપથારીની સ્થિતિમાં તેને પહોંચવા કે મંજુરી ન આપવાની પરિસ્થિતિમાં તેને કેવા પ્રકારની સારવાર આપવામાં આવે. 
 
પેસિવા યૂથેનિશિયા(ઈચ્છા મૃત્યુ) એ સ્થિતિ છે જ્યારે કોઈ મરણપથારી પર પડેલ વ્યક્તિના મોતની તરફ વધવાની ઈચ્છાથી તેની સારવાર બંધ કરવામાં આવે છે.  
 
સુપ્રીમ કોર્ટે આ મામલે 11 ઓક્ટોબરના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. અંતિમ સુનાવણીમાં કેન્દ્રએ ઈચ્છા મૃત્યુનો હક આપવાનો વિરોધ કરતા તેના દુરુપયોગ થવાની આશંકા બતાવી હતી. અગાઉની સુનાવણીમાં સંવિધાન પીઠે કહ્યુ હતુ કે રાઈટ ટૂ લાઈફમાં ગરિમાપૂર્ણ જીવન સાથે ગરિમામય ઢંગથી મૃત્યુનો અધિકાર પણ સામેલ છે. આવુ અમે નહી કહીએ. જો કે પીઠે આગળ કહ્યુ કે અમે એ જરૂર કહીશુ કે ગરિમાપૂર્ણ મૃત્યુ પીડા રહિત હોવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે એક એનજીઓએ લિવિંગ વિલનો અધિકાર આપવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેના સન્માનથી મૃત્યુને પણ વ્યક્તિનો અધિકાર બતાવ્યો હતો. 
 
શુ છે લિવિંગ વિલ 
 
-લિવિંગ વિલમાં કોઈપણ વ્યક્તિ જીવિત રહેતા વસીયત કરી શકે છે કે લાઈલાજ બીમારીથી ગ્રસ્ત થઈને મૃત્યુ શૈય્યા પર પહોંચતા શરીરને જીવન રક્ષક ઉપકરણો પર ન મુકવામાં આવે. 
 
-કેન્દ્રએ કહ્યુ જો કોઈ લિવિંગ વિલ કરે પણ છે તો પણ મેડિકલ બોર્ડના વિચારના આધાર પર જ જીવન રક્ષક ઉપકરણ હટાવવામાં આવશે. 
 
પૈસિવ યૂથનેશિયાનું સમર્થન 
 
એનજીઓ કૉમન કૉજે 2005માં આ મમાલે અરજી દાખલ કરી હતી. કૉમન કૉજના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યુ કે ગંભીર બીમારી સામે લડી રહેલ લોકોને 'લિવિંગ વિલ' બનાવવાનો હક હોવો જોઈએ. 
'લિવિંગ વિલ'ના માધ્યમથી વ્યક્તિ એ બતાવી શકશે કે જ્યારે આવી સ્થિતિમાં પહોંચી જાય જ્યા તેના ઠીક થવાની આશા ન હોય ત્યારે તેને બળજબરી પૂર્વક લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ન મુકવામાં આવે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પિતા વિવ રિચાર્ડ્સ અને માતાને નીના ગુપ્તા સાથે રિયુનિયન ફોટો શેયર કર્યા

મસાબા ગુપ્તા એક વ્યસ્ત છોકરી છે. ઘણા સહયોગીઓ સાથે, નવી સંગ્રહો,અને બિઝનેસ સમય પરંતુ તેણી ...

news

પ્રજાની સેવા કરવા નિકળેલા સેવકોને મેવા-મિઠાઇ , મંત્રીઓ-ધારાસભ્યોને પગાર માટે ૨૧.૧૩ કરોડની ધરખમ સખાવત

પ્રજાના મતે ચૂંટીને પ્રજાની સમસ્યા હલ કરવા ગાંધીનગર સુધી પહોંચેલાં જનપ્રતિનીધીઓના ખર્ચમાં ...

news

મોલમાં જવાનો શોખ ધરવાતા માતા-પિતા જરૂર વાંચે આ સમાચાર

ઈન્દોર. ટીઆઈ (ટ્રેઝર આઈલેંડ)ના પાંચમા માળના વર્ચુઅલ ગેમ જોનમાં ગુરૂવારની સાંજે મ્યુઝિકનો ...

news

મેટ્રો ટ્રેન પાછળ 3058 કરોડનો ખર્ચ છતાં હજી ચાલુ નથી થઈ

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડનારી મેટ્રો રેલની કામગીરી પાછળ અત્યાર સુધીમાં ૩૦૫૮ કરોડ ...

Widgets Magazine