શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (17:09 IST)

VIDEO- આ ગેમને રમતા બાળકે મોતને વ્હાલુ કર્યુ .જુઓ વીડિયો

. લોહિયાળ ઈંટરનેટ ગેમ બ્લૂ વેલ એ મુંબઈમાં એક 14 વર્ષના બાળકનો જીવ લઈ લીધો છે. અંધેરી ઈસ્ટમાં રહેનારા એક બાળકને શનિવારે સાતમા માળથી છલાંગ લગાવી લીધી. આ બાળકને ઓનલાઈન સુસાઈડ ગેમનો શિકાર બતાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ગેમને કારણે રૂસમાં 130 લોકોએ જીવ ગુમાવ્યો છે. 
 
આત્મહત્યા કરતા પહેલા મનપ્રીત સિંહ નામના આ બાળકે પોતાના મિત્રોને કથિત રૂપે જણાવ્યુ હતુ કે તે બ્લૂ વેલ ગેમ રમી રહ્યો છે અને જેને કારણે તે સોમવારે શાળામાં નહી આવી શકે. પોલીસના મુજબ બાળકે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નહોતી. તેના માતા પિતાનુ કહેવુ છે કે બાળકે એવા કોઈ સંકેત આપ્યા નથી જેનાથી લાગે કે તે ડિપ્રેશનનો શિકાર છે. 
 
રિપોર્ટ્સ મુજબ બ્લૂ વ્હેલ ગેમને એક સોશિયલ મીડિયા ગ્રુપ ચલાવી રહ્યુ છે. આ ગેમમાં ખેલાડીને 50 દિવસ સુધીનો ટાસ્ક આપવામાં આવે છે જેમાથી અંતિમ ટાસ્ક આત્મહત્યા કરવાનો હતો. મનપ્રીતની આસપાસ રહેનારા લોકો તેના સુસાઈડના પાછળ ગેમને જ કારણ બતાવી રહ્યા છે.