શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (12:23 IST)

આતંકીઓનું 'લોનવૂલ્ફ સ્ટાઇલ એટેકનો વિડિયો ઇન્ટરનેટ મુકી સનસનાટી મચાવવાનું આયોજન

આતંકી સંગઠન આઇએસના હેન્ડલરના ઇશારે ચોટિલામાં ભીડભાડ વાળાનો લાભ ઉઠાવીને જાહેરમાં કોઇપણ માણસનું ગળ કાપીને આતંક મચાવવાનો પ્લાન હતો જેના ભાગરૃપે તેણે અવાર નવાર ચોટિલા મંદિર આસપાસાના વિસ્તારની વસીમે રેકી પણ કરી હતી અને ગત્ તા. ૧૫ જાન્યુંંઆરીના રોજ ત્યાં આવ્યો પણ હતો પરંતુ તેની હિંમત ચાલી ન હોવાથી તેણે નાના ભાઇ નઇમ અને એક મહિલા સાથે ફોન પર વાત કરી હતી

તેઓએ આ કામ પાર પાડવા દબાણ પણ કર્યું હોવાનુ એટીએસ ડીવાયએસપી, કે.કે.પટેલે જણાવ્યું હતું.
બંને આતંકી બંધુઓ લોન વૂલ્ફ એટેક કરવાની ફિરાકમાં હતા. લોન વૂલ્ફ એટેક એટલે કે જેહાદી બની હૂમલો કરવા માટે  ક્યાંય હિજરત કરવાની જરૃર નથી. જે વ્યક્તિ આ વિચારધારા સાથે જોડાયેલા છે અને જે જગ્યાએ છે ત્યાં તે એકલા પણ હુમલો કરી શકે છે. આઇએસ દ્વારા લોન  વૂલ્ફ એેટેકની પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. આઇએસ તેના  સમર્થકોને સલાહ આપે છે કે તમારી પાસે જે હથિયાર હોય તેનાથી દુશ્મન પર હુમલો કરો. હથિયાર ન હોય તો પથ્થર મારી દો, પથ્થર ન હોય તો લાફો મારી દો. તે પણ એક પ્રકારનો આઇ.એસ.નો હુમલો જ છે. આવા હુમલાને લોન વૂલ્ફ સ્ટાઇલ એટેક તરીકે ઓળખવામાં આવે છે.
ગત વર્ષે દિલ્હીની સ્પેશિયલ સેલે બેંગલોરથી ઝડપી પાડેલા-આઇ.એસ.થી જોડાયેલા આતંકવાદી મૌલાના અંઝાર શાહ કાસિમે ગત પૂછપરછમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તે જુલાઇ ૨૦૧૩માં વાપી અને ૨૦૧૪માં અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમદાવાદમાં તે ૧૨ દિવસ રોકાયો હતો અને તેણે અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. આમ, ગુજરાતમાં આઇ.એસ. છેલ્લા ઘણા સમયથી પગ જમાવવા પ્રયાસ કરી રહ્યું હોય તેના વધુ પુરાવા સામે આવ્યા છે. ઇન્ટરનેટ માધ્યમથી આઇએસ ગુજરાતમાં પ્રવેશ્યું હતું. વસીમ રામોડિયા લાદેનનું ગુરુ માનતો હતો અને સપનું ઓસામા બિન લાદેન જેવા ખૂંખાર બનવાનું હતું. વસીમ અન નઇમ ત્રણ વર્ષથી આઇએસની વિચારધારામાં ઉંડા ઉતર્યા હતા અને આતંકી મુફ્તી અબુશમી કસમી સાથે કોઇને શંકાના જાય અને ભાષા ટ્રેસના થઇ શકે માટે કચ્છી અને ઉર્દુ ભાષામાં વાત કરતા હતા. રાજકોટથી પકડાયલા આતંકી વસીમ અને નઇમ ઇન્ટરનેટ જેવા સોશિયલ મિડિયાથી આઇએસના સંપર્કમા આવ્યા હતા ખાસ કરીને આતંકી આકાઓ સાથે વોટ્સએપ અને સ્કાઇપનો ઉપયોગ કરતા હતા. તેમના મોબાઇલમાંથી ચોંકાનારી વિગતો મળી આવી હતી જેમાં સૌરાષ્ટ્રના ધાર્મિક મંદિરોના ફોટા તેમજ ટાઇમર બોમ્બ બનાવવાની ટેકનીક મળી આવી હતી. ઉપરાંત એક વ્યકિત ટોળામાં ઘૂસીને જાહેરમાં કોઇ વ્યક્તિનુૂં ગળુ કાપીને તેમજ અન્ય કેવી રીતે આતંક મચાવી શકે તે સહિતની ટેકનીકો મળી આવી હતી એટીએસ મોબાઇલ અને તેના ઘરમાંથી મળેલી કમ્પ્યુટરની સામગ્રી ેએફએસએલમાં મોકલી આપી છે. આ આતંકી સગાભાઇઓ રાજકોટના નહેરૃનગર શેરી નંબર ૨માં આવેલા મકાનમાં રહેતા હતા. ફેસબુક ,ટ્વીટર જેવી સોશિયલ સાઇટ અને મેસેજિંગ એપ્સથી આઇએસઆઇએસના સંપર્કમાં રહેતા હતા અને બંને આતંકીઓના ઘરેથી કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે. ઇરાક, સિરિયા અને લિબીયામાં પ્રભુત્વ ધરાવનાર ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએમાં ગુજરાતમાંથી પણ શખ્સો સામેલ થયા હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આઇબીના અહેવાલ આધાર  પર ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં બંને ભાઇઓ સ્કાયપ દ્વારા અન્ય આતંકીઓ સાથે સંપર્કમાં રહેતા હતા તેઓ હંમેશા સિક્યોરિટી એજન્સી ટ્રેસ કરી ન શકે તેવા ડિવાઇસનો જ ઉપયોગ કરતા હતા. આઇએસઆઇએસના વિસ્ફોટકો હવે મોંઘી વસ્તુઓથી નથી બનાવતા તેઓ સ્થાનિક જગ્યાએથી સહેલાઇથી મળી જતી વસ્તુઓનો ઉપયોગથી જ બનાવવામાં આવે છે, જેમકે રાજકોટના  આ આતંકીઓ પાસેથી છરી,નાની કુહાડી, ગન પાવરડર, સુતડી બોમ્બ જેવી વસ્તુઓ મળી આવી હતી. જેનાથી તે મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. આ ઉપરાંત તેમની પાસેથી આઇએસનું સાહિત્ય, વિવિધ જગ્યાના નકશાઓ, ઓડિયો ક્લિપ્સ,મોબાઇલો અને આઇએસઆઇએસમાં વપરાતા માસ્ક મળી આવ્યા હતા. તેઓ લોન વુલ્ફ એટેકની આઇડિયોલોજી સાથે હુમલો કરવાની તૈયારીમાં હતા. આવા હુમલા ધાર્યા કરતા ઘણા ઓછા ખર્ચમાં થાય છે. બગદાદીને આઇએસઆઇએસના સર્વેસર્વા માનવામાં આવે છે. આઇએસઆઇએસએ વિશ્વભરમાં અનેક આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી ચુક્યા છે આ ગુ્રપ દ્રારા મે ૨૦૧૬માં અરેબિકમાં ડોક્યુમેન્ટ્રી રિલિઝ ક રી હતી. તેમના આ વિડિયોમાં મહારાષ્ટ્રનો અમન ટંડેલ દેખાઇ રહ્યો હતો. ટંડેલનો વિડિયો સામે આવતા ગુજરાત અને મહારાષ્ટ્ર એટીએસ  સુરક્ષા એજન્સી સર્તક થઇ ગયા હતા. અમન ટંડેલ આઇએસમાં સામેલ થવા સિરિયા ગયેલા ચાર યુવાનો પૈકીનો એક હતો.સત્તાવાળાઓએ તેમના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરી દીધા  છે, ટ્વીટર ઉપર પોસ્ટનો જવાબ આપનાર લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.