સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 7 મે 2022 (15:09 IST)

ઉજ્જૈનમાં ડીજે પર ડાન્સ કરતા યુવકનું મોત, મોત પહેલાનો વીડિયો થયો વાયરલ

યુવકનો મોત પહેલાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. શહેરના ઇંગોરિયા વિસ્તારમાં શોભાયાત્રામાં ડીજે પર ડાન્સ કરતાં એક યુવક અચાનક બેભાન થઈ ગયો હતો.  આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો, થોડા સમય સુધી યુવક ભાનમાં ન આવતા મિત્રોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ  તેને મૃત જાહેર કર્યો હતો. અંબોડિયા ડેમ ગામનો રહેવાસી 18 વર્ષીય લાલ સિંહ તેના મિત્ર વિજયના લગ્નમાં મકસી રોડ સ્થિત તાજપુર આવ્યો હતો. 
 
ગુરુવારે દિવસ દરમિયાન ગામમાંથી તેમની શોભાયાત્રા નીકળી હતી. રાત્રે  12:30 વાગ્યે મૃતક તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા લાગ્યો હતો. તેના મિત્રોએ જણાવ્યું કે રસ્તામાં મૃતકે એક જગ્યાએ પાણી પીધું અને પછી ડાન્સ કરવા લાગ્યો.  ડીજે નો અવાજ લાઉડ હતો અને ડીજે લગાવેલા સ્પીકર પાછળ બધા મિત્રો નાચી રહ્યા હતા. દરમિયાન મૃતક અચાનક બેભાન થઈ ગયો હતો. જ્યાં થોડા સમય બાદ મિત્રો તેને ડોક્ટર પાસે લઈ ગયા. અહીંથી તેમને ઉજ્જૈન રિફર કરવામાં આવ્યા હતા. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ પરીક્ષણ બાદ લાલ સિંહને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાનવાસા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. (Ujjain Baraat Dance Death Video) (ujjain boy death in procession)