ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (19:51 IST)

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને મુંબઈ એનસીબીની કરી ધરપકડ

અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને મુંબઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ બુધવારે ધરપકડ કરી છે. ડ્રગ્સ મામલે પ્રોડક્શન વોરંટ પર ઈકબાલ કાસકરની કસ્ટડી લીધી છે. તાજેતરમાં એનસઈબીએ ચરસના બે કંસાઈનમેંટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઈ બાઈકથી લાવતા હતા. આ મામલે લગભગ 25 કિલોગ્રામ ચરસ પકડાયુ હતુ. 
 
આ જ કેસમાં વધુ તપાસ દરમિયાન જ એનસીબીને અન્ડરવર્લ્ડના તાર મળી આવ્યા હતા. આ કારણોસર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને થોડા સમયમાં જ એનસીબી ઓફિસમાં લાવવામાં આવશે. આ કેસની તપાસ દરમિયાન, એનસીબીને  ટેરર ફંડિંગ અને ડ્રગ્સ સપ્લાય કરવા માટે અન્ડરવર્લ્ડ કનેક્શંસ સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો મળી આવ્યા હતા