રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (17:13 IST)

યુપીમાં આ 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા, જુઓ યાદી

ઉત્તર પ્રદેશમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર યુપીના આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે, જેથી તમામ લોકોને તેની માહિતી મળી શકે.
 
સમાચાર અનુસાર, યુપીના જૈસ સ્ટેશન, અકબરગંજ સ્ટેશન, ફુરસતગંજ રેલવે સ્ટેશન, વારિસગંજ હોલ્ટ સ્ટેશન, નિહાલગઢ સ્ટેશન, બાની રેલવે સ્ટેશન, મિસરૌલી સ્ટેશન અને કાસિમપુર હોલ્ટ સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે. હવે આ સ્ટેશન નવા નામથી ઓળખાશે

યુપીમાં આ 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા, જુઓ યાદી?
 
બાની સ્ટેશન હવે સ્વામી પરમહંસ તરીકે ઓળખાશે.
 
મિસરૌલી હવે મા કાલિકન ધામ તરીકે ઓળખાશે.
 
નિહાલગઢ હવે મહારાજા બિજલી પાસીના નામથી ઓળખાશે.
 
જૈસ સ્ટેશન હવે ગુરુ ગોરખનાથ ધામ તરીકે ઓળખાશે.
 
અકબરગંજ હવે મા અહર્વ ભવાની ધામ તરીકે ઓળખાશે.
 
વારિસગંજ હવે અમર શહીદ ભલે સુલતાન તરીકે ઓળખાશે.
 
ફુરસતગંજ સ્ટેશન હવે તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખાશે.
 
કાસિમપુર હોલ્ટ રેલવે સ્ટેશન હવે જૈસ સિટી તરીકે ઓળખાશે..