શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2024 (13:02 IST)

ટાટા સ્ટીલના બિજનેસ હેડની હત્યાના આરોપી પોલીસએ ગાઝિયાબાદમાં માર્યો

Vinay Tyagi Murder Case: ટાટા સ્ટીલના વરિષ્ઠ બિઝનેસ હેડ વિનય ત્યાગીની હત્યા બાદ, ગાઝિયાબાદ પોલીસે 10 મે, 2024, શુક્રવારની સવારે ગુનેગાર અક્કી ઉર્ફે દક્ષને એન્કાઉન્ટરમાં માર્યો હતો. પોલીસે જણાવ્યું કે દક્ષે 3 મે 2024ની રાત્રે શાલીમાર ગાર્ડન વિસ્તારમાં લૂંટ કર્યા બાદ વિનય ત્યાગીની હત્યા કરી હતી. ઘટના વિશે માહિતી આપતા ટ્રાન્સ હિંડન ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 10 મેના રોજ સવારે સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને બે બાઇક સવાર શંકાસ્પદ બદમાશો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ગુનેગાર અક્કી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન અક્કીનું મોત થયું હતું.
 
અક્કી દિલ્હીનો રહેવાસી હતો
પોલીસે અક્કી પાસેથી ચોરેલો મોબાઈલ ફોન અને એક ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કર્યું છે. અક્કી દિલ્હીના સીલમપુરનો રહેવાસી હતો અને 3 મેના રોજ ટાટા સ્ટીલના બિઝનેસ હેડ વિનય ત્યાગીની હત્યામાં વોન્ટેડ હતો. એન્કાઉન્ટર દરમિયાન અક્કીનો એક સહયોગી પણ હાજર હતો, પરંતુ તે સ્થળ પરથી ભાગી ગયો હતો.