શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (18:16 IST)

પ્રચંડ બહુમતથી જીતેલા મોદીનો માર્ગ સહેલો નથી, આ છે પડકારોનો પહાડ

દેશમાં પ્રચંડ બહુમતથી કમબેક કરનારી મોદી સરકાર સામે પડકારોનો પહાડ છે.  કેટલાક પડકાર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સિસ્ટમ દ્વારા ઉપજેલા છે તો અનેક પડકારો ચૂંટણી જીતવા દરમિયાન કરવામાં આવેલ વચનોથી પણ ઉભા થયા છે. હવે મોદી સરકાર તેમાથી કેવી રીતે પાર આવશે. આ જોવાનુ રહેશે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીની આગેવાનીવાળા એનડીએ 2014નો પણ રેકોર્ડ તોડતા 351 સીટો મેળવી છે. તો યૂપીએ સો સીટો સુધી સમેટાઈ ગઈ. જ્યારે કે અન્યના ખાતામાં પણ 91 સીટો આવી છે. જાણો એ  કયા પડકારો છે  જેનો નરેન્દ્ર મોદી સરકારે સામનો કરવો પડશે. 
 
અનુચ્છેદ 370 - લોકસભા ચૂંટણીમાં રેલીઓમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાર્વજનિક રૂપે કહી ચુક્યા છે કે બીજીવાર બહુમતથી સરકાર બની તો જમ્મુ-કાશ્મીર અનુચ્છેદ 370 હટશે. આ અનુચ્છેદ 
 
જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરે છે.  સસદના અનેક કાયદા અહી લાગૂ નથી થતા. લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી નિવર્તમાન કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે પણ નિવેદન કર્યુ છે કે સરકાર બન્યા 
 
પછી ધારા 370 અને 35A પર કામ કરીશુ. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રીય દળ અનેકવાર કહી ચુક્યા છે કે ધારા 370થી છેડછાડ કરવા પર ઘાટી સળગી ઉઠશે. એક સમયે બીજેપીની મુખિયા રહી ચુકેલ 
 
મહેબૂબા મુફ્તી પણ અંજામ ચુકવવાની ધમકી આપી ચુકી છે. સંસદમાં પ્રસ્તાવ લાવીને બીજેપી અનુચ્છેદ 370 હટવવામાં કેવી રીતે સફળ થશે આ એક મોટો પડકાર રહેશે. 
 
રાજ્યસભમાં કમજોર સ્થિતિ - રાજ્યસભામાં આમ તો 73 સાંસદ સાથે બીજેપી આ સમયે સૌથી મોટી પાર્ટી છે પણ એનડીએની સીટો જોડીને પણ તે 123ના બહુમતના આંકડા સુધી નથી પહોંચતી.  રાજ્યસભામાં 
 
પ્રસ્તાવને પાસ કરાવવા માટે બહુમતની જરૂર પડે છે. આવામાં બીજેપી રાજ્યસભામં બહુમતના સંકટનો કેવી રીતે સામનો કર છે. એ જોવાની વાત રહેશે.  સીટોની જો વાત કરીએ તો આ સમયે કોંગ્રેસની પાસે 50 
 
સભ્ય છે જ્યારે કે સમાજવાદી પાર્ટી, એઆઈએડીએમકે અને તૃણમૂળ કોંગ્રેસની પાસે 13-13 સાંસદ છે.   યૂપીએને પણ ઉચ્ચ સદનમાં બહુમત નથી. પણ યૂપીએ ઉપરાંત અન્ય વિપક્ષી દળોને પણ જોડી દે છે તો 
 
તેમનો આંકડો 150 થી ઉપર બેસે છે. સૂત્ર બતાવે છે કે હવે લોકસભા પછી થનારા રાજ્યોના ચૂંટ્ણીમાં જો બીજેપી બંપર જીત નોંધાવે છે ત્યારે તેની રાજ્યસભામાં સીટો વધી શકે છે. 
 
અર્થવ્યવસ્થાની હાલત - લોકસભા ચૂંટણી દરમિયાન અનેક આર્થિક વિશ્લેષકોએ એ કહ્યુ હતુ કે નવી સરકાર સામે લંચર અર્થવ્યવસ્થાનો સામનો કરવાનો પડકાર હશે. કારણ કે અર્થવ્યવસ્થા પર મંદીનો શિકંજો 
 
કસતો જઈ રહ્યો છે.   ઉડ્યનથી લઈને ટેલીફોન સુધી બધા વ્યવસાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક ખાનગી ચેનલમાં છપાયેલ સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીની રિપોર્ટમાં અર્થવ્યવસ્થાને લઈને 
 
અનેક ગંભીર ચિંતાઓ બતાવાઈ છે.   એવુ કહેવામાં આવ્યુ છે કે શૈડો બૈકિંગ ક્ષેત્ર પણ ભારે સંકટમાં છે. જેનુ ઋણ વહેચવાનુ માપદંડ સહેલુ છે. 
 
રિપોર્ટમાં આઈએલએંડએફએસ સમૂહના પણ વિખરાય જવાની વાત કહેવામાં આવી. જેને મોટા ઈંસ્ફાઅસ્ટ્રકચર વ્યવસાયોના મૂડી વ્યવસ્થા પૂરી પાડી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશના કુલ 90 
 
કરોડમાંથી 30 કરોડ મતદાતા સંકટમાં છે.  આર્થિક રૂપથી કમજોર આ મોટા વર્ગ પાસે ન તો સુરક્ષિત નોકરી છે કે ન તો અન્ય સુવિદ્યાઓ. આ આંકડો આ ચેનલે સંકટગ્રસ્ત ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી 
 
જોડાયેલા વોટર્સની ગણનાથી હાસિલ કર્યો. 
 
બેરોજગારીનો ઉચો દર - સરકારી રિપોર્ટમાં પણ આ વાતનો ખુલાસો થઈ ચુક્યો છે કે અગાઉની સરકારમાં બેરોજગારી ઉચ્ચ દર પર પહોંચી ગઈ. જ્યારે કે 2014ની લોકસભ ચૂંટણીનુ કૈપેનિંગ સમયે બીજેપી દર 
 
વર્ષે બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી.  જેને વિપક્ષ ચૂંટણીમાં મુદ્દો બનાવતા રહ્યા. મોદી સરકારને છેલ્લા પાંચ વર્ષમાં બેરોજગારીને લઈને સૌથી વધુ હુમલાનો સામનો કરવો પડ્યો.  અને 
 
એનએસએસઓની રિપોર્ટથી જાણ થાય છે કે દેશમાં બેરોજગારીની દર 1972-73 પછી રેકોર્ડ 6.1 ના સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે કે 2011-12માં આ આંકડો 2.2 ટકા હતો. સીએનઆઈએ 2018માં 1.1 કરોડ 
 
નોકરીઓ છિનવાની વાત કરી. દેખીતુ છે કે મોદી સરકારને બીજી ઈનિંગમાં બેરોજગારીનો સામનો કરવો એક મોટો પડકાર છે. 
 
 
કાશ્મીર મુદ્દો - નરેન્દ્ર મોદી સરકાર છેલ્લા પાંચ વર્ષમાં કોઈ એવી પાક્કી નીતિ ન બનાવી શકી. જેનાથી ઘાટીમાં શાંતિ લાવી શકાય. અગાઉના વર્ષમાં પત્થરબાજીની ઘટનાઓમાં ઘણો વધારો થયો. આ વાત છે કે કાશ્મીર સમસ્યાના હલ માટે મોદી સરકારે બધા પક્ષ સાથે વાતચીત કરી. આ માટે ગુપ્ત બ્યુરોના પૂર્વ નિદેશક દિનેશ્વર શર્માની નિમણૂક પણ કરી. પણ જરૂરી પરિણામ ન જોવા મળ્યા. કાશ્મીરની હાલત વર્ષ 2016થે વધુ ખરાબ થઈ. જ્યારે એનકાઉંટરમાં હિજબુલ મુજાહિદ્દીનનો કમાંડૅર બુરહન મુજફ્ફર વાનીને ઠાર કરવામાં આવ્યો ત્યારબાદ હિંસક પ્રદર્શનોનો દૌર શરૂ થયો. અલગતાવાદી અને સેનાનો સતત આમનો સામનો થતો રહ્યો. 
 
 
પડોશીઓ સાથે સંબંધો -  મોદી સરકારે બીજા કાર્યકાળમાં પડોશી દેશ સાથે સંબંધ ક્યા સુધરશે. તેના પર પણ બધાની નજર રહેશે.  ઉલ્લેખનીય છે કે ચીન સાથે ડોકલામને લઈને વિવદ રહ્યો તો પાકિસ્તાન પોતાની કરતૂતોથી બાજ નથે આવ્યો.  જેનાથી બંને દેશો સાથે સંબંધોમાં તનાવ કાયમ રહ્યો. જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો ભારતે મુદ્દો ઉઠાવ્યો તો ચીને વીટોનો ઉપયોગ કરી રોકી દીધા હતા. મિત્ર રાષ્ટ્ર કહેવાતા નેપાળ સાથે પણ સંબંધ પહેલા જેવા સારા નથી રહ્યા.  નેપાળમાં મઘેસિયોને આંદોલન દરમિયાન ભારતે નાકાબંદી કરતા પેટ્રોલ દવા વગેરે સામાનોની આપૂર્તિ રોકી દીધી હતી. જેનાથે નેપાળની જનતા અને સરકારમાં ભારતને લઈને નારાજગી જોવા મળી. 
 
સામાજીક તાના-બાના પર આંચ - આમ તો કાયદો રાજ્યનો વિષય છે. પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન દેશમાં કેટલીક ઘટનાઓના આધાર પર મોદી સરકારમાં સામાજીક તાના-બાના પ્રભાવિત થવાનો આરોપ લાગતો રહ્યો. કારણ છે મોટાભાગના રાઝોમાં બીજેપીની સરકાર છે. અનેક રાજ્યોમાં મૉબ લોંચિગની અનેક ઘટનાઓ થએ. જેને સુપ્રીમ કોર્ટએ પણ સંજ્ઞાનમાં લીધુ. સમુદાય વિશેષ