દિલ્હીના યુવરાજ ગોરખપુરને પિકનિક સ્પોટ ન બનાવે - યોગી

શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:27 IST)

Widgets Magazine

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ દ્વારા બાળકોના થઈ રહેલા મોતની વચ્ચે રાજ્યમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે.. સીએમે ઈંસેફલાઈટિસ માટે પ્રમુખ રૂપે ગંદકીને જવાબદાર ઠેરવી છે અને યૂપીને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પર બળ આપ્યુ છે. સીએમે આજે 19 ઓગસ્ટના રોજ ગોરખપુરમાં સ્વચ્છ ઉત્તર પ્રદેશ, સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનની શરૂઆત કરતા શહેરની એક ગલીમાં સાફ સફાઈ અને ઝાડૂ લગાવી. આ અવસર પર યોગી આદિત્યનાથે ગોરખપુર મામલે થઈ રહેલ રાજનીતિકરણ પર ગુસ્સો વ્યક્ત કર્યો..  તેમણે આજે ગોરખપુરની મુલાકાત લેવા આવી રહેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યુ. યોગીએ કહ્યુ કે દિલ્હીમાં બેસેલા કોઈ સ્વચ્છતા અભિયાનનું મહત્વ નહી સમજી શકે.. ગોરખપુર તેમને માટે પિકનિક સ્પોટ બને એની મંજૂરી ન આપવી જોઈએ.  ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગોરખપુરની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ તાવથી મૃત પામેલ બાળકોના પરિવારની મુલાકાત લેશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

UP - વારાણસીના રસ્તા પર PM મોદી ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તેમના લાપતા થવાના પોસ્ટર ...

news

ભાજપા 50 વર્ષ માટે સત્તામાં આવી અને અમને કાળાનાણા નથી જોઈતા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ પર હુમલો કરતા પોતાના દળની તુલના ...

news

ભાજપના પૂર્વ ધારાસભ્ય અપક્ષ ચૂંટણી લડશે

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં આમઆદમી પાર્ટીના ગુજરાતના નેતા ડૉ. કનુભાઈ કલસરિયા ...

news

કોંગ્રેસના ભાજપયુક્ત ધારાસભ્ય બળવંતસિંહનો ચૂંટણીપંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો હાઈવોલ્ટેજ ડ્રામા ઐતિહાસિક બની ગયો છે. ત્યારે ...

Widgets Magazine