ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : બુધવાર, 17 ઑક્ટોબર 2018 (10:40 IST)

જાણો કન્યા પૂજનનો શુભ મૂહૂર્ત અને કેવી રીતે મળે છે માં નો આશીર્વાદ

નવરાત્રીના આખરે બે દિવસોમાં નાની અને કુંવારી  કન્યાઓનો  પૂજન કરાય છે. 
 જાણો  કન્યા પૂજનનો શુભ મૂહૂર્ત અને કેવી રીતે મળે છે માં નો આશીર્વાદ 
નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજા ? 
કન્યા પૂજનમાં અંકનો પણ મહત્વ 
શારદીય નવરાત્રીની અષ્ટમી 17 ઓક્ટોબર અને નવમી 18 ઓક્ટોબરને છે. નવરાત્રીના આખરે બે દિવસમાં નાની અને કુમારી કન્યાઓનો પૂજન કરાય છે આ રીતીને કન્યા પૂજન કહેવાય છે. નવરાત્રીનો વ્રત કરનારને અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓને દેવીનો રૂપ માની તેને હલવા, પૂડી અને ચણાનો ભોગ લગાવે છે. આવો જાણીએ કન્યા પૂજનનો શુભ મૂહૂર્ત 
 
અષ્ટમી 17 ઓક્ટોબર માટે કન્યા પૂજનના 2 શુભ મૂહૂર્ત છે. 
પહેલો શુભ મૂહૂર્ત 6 વાગીને 28 મિનિટથી 9 વાગીને 20 મિનિટ સુધી રહેશે. 
બીજો શુભ મૂહૂર્ત સવારે 10 વાગીને 46 મિનિટથી બપોરે 12 વાગીને 12 મિનિટ સુધી રહેશે. 
 
નવમી 18 ઓક્ટોબરેને કન્યા પૂજનના 2 શુભ મૂહૂર્ત છે. 
પહેલો શુભ મૂહૂર્ત 6 વાગીને 29 મિનિટથી 7  વાગીને 54 મિનિટ સુધી રહેશે. 
બીજો શુભ મૂહૂર્ત સવારે 10 વાગીને 46 મિનિટથી બપોરે 03 વાગીને 03 મિનિટ સુધી રહેશે. 
 
 
નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજા ? 
નવરાત્રીમાં કન્યાપૂજનનુ ખૂબ મહત્વ છે. કુમારિકા એટલે સાક્ષાત દેવીનુ રૂપ હોય છે એવુ કહેવાય છે. નવરાત્રીના દરેક દિવસ શુભ માનવામાં આવે છે.  તેથી 
 
નવરાત્રીના દસ દિવસોમાં ગમે ત્યારે અથવા અષ્ટમી કે નવમીના દિવસે પૂજન કરવુ સૌથી શ્રેષ્ઠ રહેશે.  સૌથી પહેલા જોઈશુ કે કન્યા પૂજન કરવાથી શુ ફળ મળે છે. 
 
- કન્યા પૂજન માટે 2 થી 10 વર્ષની છોકરીઓની પૂજા કરવાની પરંપરા છે. 
- બે વર્ષની કન્યા કુમારિકા હોવાથી તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે 
- ત્રણ વર્ષની કન્યા ત્રિમૂર્તિ હોવાથી તેની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. 
- ચાર વર્ષની કલ્યાણીની પૂજા કરવાથી ઘરનુ કલ્યાણ થાય છે. 
- રોહિણી રૂપ સમાન પાંચ વર્ષની કન્યાનુ પૂજન કરવાથી બીમારીઓથી મુક્તિ મળે છે. 
- છ વર્ષની કન્યા કાલિકા રૂપ સમાન હોવાથી તેની પૂજા કરવાથી રાજયોગની પ્રાપ્તિ થાય છે. 
- સાત વર્ષની કન્યા ચંડિકા રૂપની હોવાથી એશ્વર્ય પ્રદાન કરે છે. 
- શાંભવી રૂપનુ પ્રતિક આઠ વર્ષની કન્યાની પૂજા કરવાથી વિજય પ્રાપ્તિ થાય છે. 
- નવ વર્ષની કન્યા દુર્ગા દેવીનુ રૂપ હોવાથી શત્રૂંનો નાશ કરે છે. 
- સુભદ્રા રૂપ સમાન દસ વર્ષની કન્યાની પૂજા કરવાથી બધી ઈચ્છા પૂર્ણ થાય છે. 
 
હવે જોઈએ કેવી રીતે કરશુ પૂજા 
 
- કુમારિકા ઘરે આવતા તેને દેવી સ્વરૂપ માનીને તેનુ મનોભાવથી સ્વાગત કરો. તેના પગ ધોઈને તેમને કંકુ લગાવો 
2. સ્વચ્છ આસન પર બેસાડવા 
3. કપાળ પર કંકુ લગાવીને તેમનુ મનગમતુ ભોજન પીરસવુ.  કે પછી પ્રસાદ તરીકે ખીર પુરી શિરો આ પ્રકારનો નૈવેદ્ય બતાડવો 
4. યથાશક્તિ કુમારીકાને ગજરો દક્ષિણા અને ભેટ વસ્તુ આપવી. 
5. તમારી ઈચ્છા પ્રમાણે કે યથાશક્તિ કુમારિકાનુ પૂજન કરવુ.  જો ન ફાવી રહ્યુ હોય તો એક કુમારિકાની પૂજા કરશો તો પણ ફાયદો થશે.  આવો જાણીએ 
 
કેટલી કન્યાનુ પૂજન કરવાથી શુ ફાયદો થશે. 
 
- એક કન્યાનુ પૂજન કરવાથી એશ્વર્યપ્રાપ્તિ થાય છે. 
- બે કન્યાનુ પૂજન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થશે.  ત્રણ કન્યાનુ પૂજન કરવાથી અર્થ ધર્મ અને કામ પ્રાપ્તિ થશે. 
- રાજ્યપદપ્રાપ્તિ માટે ચાર કુમારીકાઓની પૂજા કરવામાં આવે છે. 
- વિદ્યા પ્રાપ્તિ માટે પાચ અને ષટકર્મ સિદ્ધિ માટે 6 કન્યાઓની પૂજા કરવામાં આવે છે. 
- સાત કન્યાઓની પૂજા કરવાથી રાજ્યપ્રાપ્તિ અને સંપત્તિ પ્રાપ્તિ માટે આઠ કુમારિકાનુ પૂજન કરવામાં આવે છે. 
- નવ કન્યાઓની પૂજા કરવાથી રાજ્ય મળે છે. 
- કન્યા પૂજન કરતી વખતે એક બટુક એટલે કે ભૈરવ સમજીને એક છોકરાને જરૂર બોલાવવો.