શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી પૂજા
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (11:44 IST)

52 Shakti Peeth Story - દેવીના 52 શક્તિપીઠ અને જાણો શુ છે તેમની પાછળની સ્ટોરી

નવરાત્રિને થોડાક જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ નવ દિવસ  શક્તિની આરાધના કરવામાં આવે છે. શક્તિના અલગ-અલગ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે.  શુ આપ જાણો છો કે શક્તિ સ્વરૂપ તરીકે સૌથી ઉચ્ચ સ્થાન ‘શક્તિપીઠ’નું છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું ‘શક્તિપીઠ’ વિશેની એ તમામ માહિતી જે તમે જાણવા માગો છો.
 
શક્તિપીઠ એટલે શું?
તો શક્તિપીઠ એટલે શક્તિને સંગ્રહ કરવામાં આવી હોય તે જગ્યા. જે જગ્યાએ સાક્ષાત્ શક્તિ ગણાતા ‘સતી’ માતાના અંગો છે તેને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીશું કે આ શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ…
 
શક્તિપીઠની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, સાક્ષાત્ શકિત સ્વરૂપ સતીના જુદા-જુદા અંગો જે જગ્યાએ પડ્યાં ત્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સતીના પિતા દક્ષ પ્રજાપતિએ એકવાર કંખલ એટલે કે હાલના હરિદ્વારમાં ‘બૃહસ્પતિ સર્વ’ નામનો યજ્ઞ કરવાનું આયોજન કર્યુ હતુ. તેમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર સહિત અન્ય તમામ દેવી-દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે જાણીજોઈને જમાઈ શિવ અને દીકરી સતીને આમંત્રણ ન આપ્યું.

જ્યારે યજ્ઞ ચાલુ થયો ત્યારે સતી વગર નિમંત્રણે ત્યાં ગયા હતા. ત્યારે તેમને જોઈને પિતા દક્ષે તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શિવજીએ સતીજીને રોક્યાં હતા પણ તેઓ માન્યાં નહોતા. ત્યારે સતીએ પિતા દક્ષને આમંત્રણ ન આપવાનું કારણ પૂછી તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે દક્ષ પ્રજાપતિએ જમાઈ શિવને જેમ ફાવે તેમ બોલી વાણીવિલાસ કર્યો હતો. આ અપમાન સતીથી સહન નહોતું થયું. તેઓ પતિના આવા અપમાનથી ખૂબ જ પીડાયા હતા અને તે યજ્ઞમાં પોતાને અર્પણ કરી જીવ ત્યાગી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ શિવજી દોડતા-દોડતા યજ્ઞમાં પહોંચ્યા હતા. તેમનો ક્રોધ સાતમા આસમાને હતો. ક્રોધની જ્વાળાથી ભરેલા શિવજીને ત્યાં જોઈને તમામ ઋષિઓ યજ્ઞ સ્થળેથી ભાગી ગયા હતા.
 
શિવજીએ સતીના અડધા બળેલા શરીરને હાથમાં લઈને ચાલતા થઈ ગયા હતા. તેઓ આમ-તેમ ભટકવા લાગ્યાં હતા. તેમના ક્રોધનો પાર નહોતો. ત્યારે ભગવાન વિષ્ણુએ પરિસ્થિતિ સમજી લીધી હતી અને શિવજીને સતીના મોહમાંથી બહાર કાઢવા અને સમગ્ર વિશ્વને શિવજીના કોપથી બચાવવા માટે સુદર્શન ચક્ર વડે સતીના શરીરના 51 ટુકડાં કર્યા હતા. આ ટુકડાં પૃથ્વી પર જ્યાં-જ્યાં પડ્યાં તે જગ્યા શક્તિપીઠ તરીકે ઓળખાઈ. ભગવાન શિવે સતીના શરીરના ટુકડાંના રક્ષણ માટે દરેક શક્તિપીઠની બહાર પોતાના સ્વરૂપમાં એક ભૈરવ મૂક્યાં છે. દરેક શક્તિપીઠની રક્ષા અલગ-અલગ ભૈરવ કરે છે.
 
પવિત્ર શક્તિપીઠો ભારતભરમાં જુદા જુદા સ્થળોએ સ્થાપિત છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે, દેવી ભાગવતમાં 108 શક્તિપીઠોનું વર્ણન છે અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન છે. જ્યારે તંત્ર ચૂડામણીમાં 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવી પુરાણ અનુસાર, 51 શક્તિપીઠોમાંથી કેટલીક વિદેશોમાં પણ સ્થાપિત છે. ભારતમાં 42 શક્તિપીઠ, પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 શક્તિપીઠ છે.
 
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા – બાંગ્લાદેશ
4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
10. વિમલા – ઉત્કલ (ઓડિશા)
11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
12. દેવી બાહુલા – પં. બંગાળ
13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા
15. ભવાની – બાંગ્લાદેશ
16. ભ્રામરી – પં. બંગાળ
17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)
18. જુગાડયા – પં. બંગાળ
19. કાલીપીઠ – કોલકાતા
20. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
21. જયંતી – બાંગ્લાદેશ
22. વિમલા મુકુટ – પં. બંગાળ
23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
24. શ્રવણી – તામિલનાડુ
25. સાવિત્રી – હરિયાણા
26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
28. કાંચી – પં. બંગાળ
29. કાલી – મધ્ય પ્રદેશ
30. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
31. શિવાની – ઉત્તરપ્રદેશ
32. ઉમા- ઉત્તરપ્રદેશ
33. નારાયણી- તામિલનાડુ
34. વારાહી – ગુજરાત
35. અર્પણ – બાંગ્લાદેશ
36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
37. કપાલીની – પં. બંગાળ
38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
40. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
42. રત્નાવલી – પં. બંગાળ
43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
45. નલહાટી – પં. બંગાળ
46. જયદુર્ગા – અજ્ઞાત
47. મહિષર્મિદની – પં. બંગાળ
48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ
49. ફુલ્લરા – પં. બંગાળ
50. નંદિની – પં. બંગાળ
51. ઇન્દ્રક્ષી – શ્રીલંકા
52. અંબાજી મંદિર - ભરૂચ, ગુજરાત