સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ઓલિમ્પિક 2008
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 25 ઑગસ્ટ 2008 (11:16 IST)

ઓલિમ્પિકમાં ચીને માર્યુ મેદાન...

ચીનના બીજિંગમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલ રમતના મહાકુંભની રવિવારે રાતે ઉલ્લાસભેર પૂર્ણાહુતિ થવા પામી છે. વિશ્વના 205 જેટલા દેશોના ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે આ ઓલિમ્પિકનું અદભૂત આયોજન કરી વિશ્વ સામે પોતાની શકિતનો પરચો આપનાર ચીને રમતના મેદાનમાં પણ પોતાની પ્રતિભા દેખાડી છે.

સૌથી વધુ ગોલ્ડ મેડલ ચીનના ફાળે ગયા છે. પ્રથમ ક્રમે ચીને 51 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે અમેરિકાએ બીજા ક્રમે રહી 36 ગોલ્ડ મેળવ્યા છે. એકદંરે જોવા જઇએ અમેરિકાએ સૌથી વધુ 109 મેડલ મેળવ્યા છે જેમાં 36 ગોલ્ડ, 37 સિલ્વર તથા 36 બ્રોન્ઝ પોતાને નામ કર્યા છે. જ્યારે બીજા ક્રમે ચીને 100 મેડલ પોતાની ઝોળીમાં નાખ્યા છે જેમાં 51 ગોલ્ડ, 21 સિલ્વર તથા 27 બ્રોન્ઝ મેળવ્યા છે.