ભાજપને હરાવવાના સંકલ્પ સાથે હાર્દિક પટેલ 182 ગાડીઓ સાથે સોમનાથ યાત્રાએ જવા રવાના થયો,

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (15:38 IST)

Widgets Magazine
hardik patel


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પાસના આગેવાનો સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા નિકળ્યા છે.   તેઓ 16મીએ સોમનાથ પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતમાંથી ભાજપને નાબૂદ કરવાના સંકલ્પ સાથે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી સમાજને જાગૃત કરી ભાજપ વિરોધી મતદાન કરવા માટે પ્રેરિત કરશે.
hardik patel

જેલમાંથી છૂટીને બહાર આવેલા  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ પણ અનામતની માંગ અને અન્યાય સામેની લડત વધુ મજબૂત અને આક્રમકતાથી લડશે. પાસના કન્વીનરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પાસના આગેવાનો અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ 182 ગાડીઓ લઇને સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. જ્યાં તેઓ ગુજરાતની ઝુલ્મી ભાજપ સરકારને હટાવવાના સંકલ્પ કરશે. તે પછી ગુજરાતમાં 15થી વધુ જગ્યાએ મોટા સંમેલનો કરીને ભાજપ સરકારનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.ગુજરાતમાં ચાલી રહેલાં ભાજપના જાહેર કાર્યક્રમોમાં પાટીદાર આગેવનો દ્વારા થઇ રહેલાં વિરોધ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હજુ તો આ શરૂઆત છે. ચૂંટણી નજીક આવશે તેમ ગુજરાતભરમાં પાટીદાર યુવાનો ભાજપના કાર્યક્રમોનો જોરશોરથી વિરોધ કરી અનામતનો અવાજ બૂલંદ બનાવશેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાપાનની પ્રથમ મહિલા અકી આબેએ અંધજન મંડળ સંસ્થામાં ચાલતા જાપાની મેડિકલ મેન્યૂઅલ થેરેપી કાર્યક્રમની જાણકારી મેળવી

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાથે તેમનાં પત્ની ...

news

જાણો બુલેટ ટ્રેન બાદ મોદી ગુજરાતમાં કયા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ઓબેએ આખરે બુલેટ ટ્રેનનું ભૂમી પૂજન કર્યું. પણ હવે ...

news

સિદી સૈયદની જાળીની ઉત્તમ કોતરણીથી બન્ને મહાનુભાવો પ્રભાવિત

જાપાનના વડા પ્રધાન શ્રી શિન્ઝો આબે અને શ્રીમતી આબે તેમજ ભારતના વડાપ્રધાન શ્રી ...

news

મોદીએ કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્રનું તાજેતરમાં અમેરિકામાં હાર્ટએટેકના લીઘે ...

Widgets Magazine