શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By નવી દિલ્હી.|
Last Modified: બુધવાર, 26 ઑગસ્ટ 2015 (10:12 IST)

ગુજરાતમાં હિંસક બન્યુ પાટીદાર આંદોલન, હાર્દિક પટેલે વ્હોટ્સએપ પર શાંતિની અપીલ કરી

ગુજરાતમાં અનામતને લઈને શરૂ થયેલ પટેલ સમુહનું આંદોલન હિંસક બની ગયુ છે. અમદાવાદમાં અનામતની માંગને લઈને મંગળવારે પટેલ સમુહની રેલી કરી હતી. હાર્દિક પટેલની ધરપકડ કરવા અને પોલીસ લાઠીચાર્જ પછી રેલીમાં આવેલ લોકો ઉગ્ર થઈ ગયા. 

અમદાવાદ સૂરત મેહસાણા સહિત રાજ્યના અનેક જીલ્લામાં લોકોએ તોડફોડ અને આગચાંપી કરી. મેહસાણામાં ગૃહરાજ્યમંત્રી રજની પટેલના ઘરે પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી. 
 
સુરતમાં પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડી સહિત અનેક ગાડીઓને આગના હવાલે કરી દેવામાં આવી. રાજ્યની પરિસ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતની મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી. બીજી બાજુ પીટીઆઈના મુજબ અનેક સંગઠનો તરફથી આજે ગુજરાત બંધનું એલાન પણ કરવામાં અવ્યુ છે. 
 
ગુજરાતમાં ગઈકાલે પટેલોના આંદોલન હિંસક બન્યા પછી આજે સવારે શહેરમાં દરેક બાજુ સન્નાટો છવાય ગયો. અનેક સ્થાનો પર ગઈકાલની હિંસા પછી આગચંપી અને તોડફોડની તસ્વીરો સામે આવી રહી છે.   હિંસા પછી સુરતના બે પોલીસ મથકો કાપોદરા અને સરસાણામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યુ છે. મેહસાણા ઉંજા વિસનગરમાં પણ કરફ્યુ લગાવી દેવામાં આવ્યુ છે. અમદાવાદના નવ વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં અર્ધસૈનિક બળોને ગોઠવવામાં આવ્યા છે. હિંસાની ઘટનાઓ વચ્ચે અમદાવાદમાં આજે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈંટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. 
 
હાર્દિકની ગુજરાત બંધની અપીલ 
 
હાર્દિક પટેલે આજે ગુજરાત બંધની અપીલ કરી. આ પહેલા રાત્રે વ્હોટ્સએપ પર તેમણે લોકોને અપીલ કરી હતી કે મહેરબાની કરીને અફવાઓ ન ફેલાવો અને શાંતિ જાળવો. 
પોલીસનું નિવેદન 
 
પોલીસ મુજબ અમદાવાદમાં ઓછામાં ઓછી બે બસને આગ લગાવી દેવામાઅં આવી. ઘટલોડિયા વિસ્તારમં એક બસને આગ લગાવી દેવામાં આવી. અને નરોડાના કૃષ્ણાનગર વિસ્તારમાં બીજી બસને આગ ચાંપવામાં આવી. 
 
પોલીસ મુજબ શહેરમાં ઓછામાં ઓછા 15 સ્થાનો પર ઝડપ થઈ અને અનેક શહેરોમાં અનેક સ્થાનો પર આગચાંપી કરવામાં આવી. 
 
સીટીએમ વિસ્તારમાં અને રાબરી કોલોની વંડર પોઈંટ અને જોગેશ્વરી વિસ્તારમાં પોલીસે લોકોને વેરવિખેર કરવા માટે અશ્રુવાયુ છોડ્યા. પોલીસ મુજબ પટેલ સમુહના સભ્યોએ પત્થરમારો કર્યો અને દુકાનોમાં તોડફોડ કરી. અનેક બીજા સ્થાનો પર પણ તોડફોડ અને આગચાંપીની માહિતી મળી. 
 
જીએમડીસી મેદાન પર લાઠીચાર્જની તપાસ થશે 
 
પોલીસે કહ્યુ કે જીએમડીસી મેદાનમાં લાઠીચાર્જની તપાસ કરવામાં આવશે. સંયુક્ત પોલીસ પ્રમુખ આર આર ભગતે કહ્યુ કે તેમા જોડાયેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી તહ્શે. 
 
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની લોકોને અપીલ 
 
તણાવ વધતો જોઈ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શાંતિની અપીલ કરી. તેમણે કહ્યુ કે મારી ગુજરાતના લોકોને અપીલ છે કે શાંતિ જાળવી રકહો અને કાયદા વ્યવસ્થા અવરોધની ગતિવિધિમાં જોડાશો નહી. તેમણે ટ્વીટ કર્યુ કે હુ લોકોને આગ્રહ કરુ છુ કે કોઈ અફવા ફેલાવવા અને અફવાઓ પર વિશ્વાસ કરવાથી બચો અને આખા ગુજરાતમાં કાયદા વ્યવસ્થા બનાવી રાખવામાં સરકારની મદદ કરો.