શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (17:15 IST)

હવે દિલ્હી કૂચની તૈયારીમાં છે હાર્દિક પટેલ, જાણો શુ છે આગળનો પ્લાન

પટેલ આંદોલનથી ગુજરાતને હલાવી દેનારો હાર્દિક પટેલે દિલ્હી કૂચની તૈયારી કરી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિકે દિલ્હી આવીને આંદોલનની રૂપરેખા નક્કી કરવાની વાત કરી છે.  એક ઈંટરવ્યુમાં હાર્દિકે કહ્યુ કે તે દિલ્હી આવીને ગુર્જર અને જાટ આંદોલન નેતાઓ સાથે મુલાકાત કરશે.  દિલ્હીમાં યુપી અને એમપીના પાટીદાર સમુહના લોકો સાથે ભવિષ્યના આંદોલનની રૂપરેખા લઈને વાત પણ કરશે. ગુજરાતની સીએમ આનંદીબેન પર હાર્દિકે કહ્યુ કે બીજેપી મારી સ્વાભાવિક પસંદગી રહી છે.  પણ તેના નેતા નહી. આનંદીબેન અમારી માંગ સ્વીકાર કરશે. ભલે સમય લાગશે પણ તે સ્વીકારશે. 
 
હવે દિલ્હી કૂચની તૈયારીમાં હાર્દિક પટેલ. આ છે આગળ પ્લાન પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિકે દિલ્હી આવીને આંદોલનની રૂપરેખા નક્કી કરવાની વાત કરી છે. 
 
પીએમ નરેન્દ્ર મોદી પર હાર્દિકે કહ્યુ કે અત્યાર સુધી તેમને કોઈ સફળતાવાળુ કામ નથી કર્યુ. તે વધુ સારુ કરશે. પણ અમારા સમર્થન સાથે.  હથિયારો પ્રત્યે પોતાના પ્રેમ વિશે હાર્દિકે કહ્યુ કે હા હુ હથિયાર પસંદ કરુ છુ. કોઈને પણ પોતાના સમુહની રક્ષા માટે આનો ઉપયોગ કરવો જોઈએ.  સરકારે બધાને હથિયાર વહેંચવા જોઈએ.  
 
બાળા સાહેબ ઠાકરેને પોતાનો આદર્શ નેતા માનનારા સવાલ પર હાર્દિકે કહ્યુ કે ઠાકરે તાકત માટે ઉભા થયા. તેમના શબ્દ મરાઠિયો માટે અંતિમ શબ્દો રહેતા હતા.  તેઓ હિંદુ હ્રદય સમ્રાટ હતા. હુ પાટીદાર હ્રદય સમ્રાટ છુ.