1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

યોગેંન્દ્ર શીલનાથ બાબા

W.D

દેવસમાં છે શ્રીગુરૂ યોંગેન્દ્ર શીલનાથ બાબાની અખંડ ધૂના અને જ્યોત. આજે પણ તેમની ખડાઉ અને પલંગ રાખી મુકેલ છે. 100 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ આજે પણ બેડરૂમની નીચે બનેલ ભોયરૂ અને નાનો કુવો તેમનો તેમ જ છે.

ઈંદોર અને ઉજ્જૈનમાં તેમની તપોભૂમિ પર લોકો આજે પણ આવે છે અને શાંતિનો અનુભવ કરે છે. એવું કહેવાય છે કે જે કોઈ પણ પવિત્ર થઈને અહીયા આવીને સસમ્માન ઝુક્યું છે તેની નૌકા પાર થઈ ગઈ છે. સંસારના દરેક કાર્યમાં તેની જીત જ થશે. બાબા પોતાના ભક્તોને હથેળી પર રાખે છે. આખુ દેવાસ બાબાના પગે લાગે છે. બાબાને અપિત્રતા જરા પણ સહન નથી થતી એવું દેવાસવાસીઓનું માનવું છે. મલ્હાર ધૂણી એક તપોભૂમિ છે જ્યાં બાબાની ધૂણી સિવાય તેમના વધારે પડતાં શિષ્યોના સમાધિ સ્થળ છે.

ફોટોગેલરી માટે અહી ક્લિક કરો...

જનશ્રુતિ છે કે બાબા અહીંયા આવેલી બાવડીની ગુફાની અંદર જઈને ગુમ થઈ જતાં હતાં અને ત્યારબાદ હરિદ્વારમાં સ્નાન કરીને ફરીથી ત્યાં હાજર થઈ જતાં હતાં. શહેરના પ્રતિષ્ઠિત લોકોએ તેમને હરિદ્વારમાં સ્નાન કરતાં પણ જોયા છે જ્યારે કે તેમનો આ રોજનો નિયમ છે.
W.D

જ્યારે બાબા ધૂણી તપાવતાં હતાં ત્યારે તેમની આજુબાજુ વાઘ-ચીત્તા ફરતાં હતાં અને જંગલના અન્ય જાનવર પણ આવીને બેસતાં હતાં. તેમની પાસે એક વાઘ રહેતો હતો અને જેને તેઓ દરરોજ ભોજન આપતાં હતાં. બાબાએ તે વાઘ માટે એક પાંજરૂ પણ બનાવડાવ્યું હતું. તેઓ એક સીડી દ્વારા પાંજરાની અંદર ઘુસીને વાઘને ભોજન આપતાં હતાં.

ભારતના ચોર્યાસી સિદ્ધોની પરંપરામાંના એક હતાં ગુરૂ ગોરખનાથ જેમનો નેપાળ સાથે ખુબ જ નજીકનો સંબંધ રહ્યો છે. નેપાળના રાજા મહેંન્દ્ર દેવ તેમના શિષ્ય થઈ ગયાં હતાં. તે સમયે નેપાળના એક વિસ્તારને ગોરખ રાજ્ય કેહવામાં આવતું હતું કેમકે ગોરખનાથે અહીંયા ડેરો નાંખ્યો હતો. ત્યાંની જનતા આગળ જઈને ગોરખા જાતિ તરીકે ઓળખાઈ. અહીંયાથી જ ગોરખનાથના હજારો શિષ્યોએ વિશ્વભરમાં ફરીને ધૂના સ્થાન નિર્મિત કર્યા. આ જ શિષ્યો દ્વારા નાથોની અનેકાનેક શાખાઓ થઈ ગઈ.

નૌનાથની પરંપરામાં ઘણાં સિદ્ધ પુરૂષ થયાં જેમનું સ્થાન આસામ, અરૂણાચલથી અફઘાનિસ્તાનના હિંદૂ કુશ પર્વત સુધી ફેલાઈ ગયું. માન્યતા અનુસાર જ્યાં જ્યાં નૌનાથોની ધુણી ચાલી ત્યાં ત્યાં યોગપીઠ સ્થાપીત થયાં જેમાંથી એક પંજાબના હિસારમાં સુલ્તાનપુર ગામમાં પણ હતી. અહીંયાના પીઠાધિપતિ ઈલાયચીનાથ મહારાજ હતાં જેમના શિષ્યો-પ્રશિષ્યોની શાખાઓ પંજાબ, કાશ્મીર, સિંધ, ક્વેટા, કાબુલ, કંદહાર, ચમન, મહારાષ્ટ્ર અને માલવા વગેરે વિસ્તારની અંદર ફેલાઈ ગઈ હતી. આ જ યોગપીઠથી બાબા શીલનાથે દિક્ષા ગ્રહણ કરી હતી.
W.D

શીલનાથ બાબા જયપુરના ક્ષત્રિય પરિવારમાંથી હતાં. 1839માં દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ બાબાએ ઉત્તરાખંડના જંગલોમાં કઠોર તપ કર્યું હતું. ત્યાર બાદ તેમને દેશ-દેશાંતરના નિર્જન સ્થળો પર ભ્રમણ કર્યું હતું. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રૂસ, ચીન, તિબેટ અને કૈલાશ માનસરોવર થઈને ફરીથી ભારત પધાર્યા હતાં. આ દરમિયાન તેમની સાથે કેટલીયે ઘટનાઓ ઘટી હતી.

કાબુલની પહાડી પર જ્યારે તેઓ ધૂણી રમાવી રહ્યાં હતાં ત્યારે અફઘાનિયોએ તેમની પર હુમલો કરી દિધો હતો. પરંતુ તેમની ધૂણી ઉત્પન્ન થવાથી જ અનેક અફઘાનીઓ ઉલ્ટા થઈને એકબીજાની તલવારથી જ ઘાયલ થયાં હતાં. ત્યારે બાબા ઉઠીને કાબુલના જંગલોમાં ચાલ્યા ગયાં હતાં અને ત્યાં જ ધૂણી રમાવી હતી. કાબુલવાસીઓ તેમના ચમત્કારોથી ભયભીત થઈ ગયાં અને તેમની પાસે ક્ષમા માંગી હતી.

1900માં તેઓ ઉજ્જૈન પધાર્યા હતાં જ્યાં તેમણે ભર્તૃહરિને ગુફામાં ધ્યાન કર્યું હતું. ઉજ્જૈન બદ થોડાક સમય સુધી ઈંદોરમાં રહ્યાં અને ફરીથી પાછા ઉજ્જૈન આવી ગયાં હતાં. તેમની પ્રસિદ્ધિ આખા માલવા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી.
W.D

એક વખત ઉજ્જૈનના સિંહસ્થમાં ગુર્જરોએ બધા જ સંતોને કાંબળા વહેચ્યાં. જો કે બાબા નાગા અવસ્થામાં રહેતાં હતાં તેમને પણ કાંબળો વહેચવાની ભુલ ગુર્જર કરી બેઠા. બાબાએ પણ કાંબળાને પોતાના ચીપિયાથી પકડીને પોતાની સળગતી ધૂણીમાં નાંખી દિધો. ગુર્જરોએ તેને પોતાનું અપમાન સમજ્યું. ત્યારે બાબાએ ધૂણીમાં ચીપિયો ફેરવીને રાખમાંથી કાંબળો કાઢીને ગુર્જરોના હાથમાં પકડાવી દિધો.

જ્યારે તેમણે તરાનામાં ધૂણી ધખાવી હતી ત્યારે તે સમયે દેવાસના જજ સાહેબ બલવંતરાવ બાપૂજી બિડવાઈ તેમને દેવાસ લઈ આવ્યા હતાં જ્યાં રાની બાગમાં તેમની ધૂણીની વ્યવસ્થા કરી દિધી હતી. ત્યારે મલ્હરરાવ પણ તેમના દર્શન માટે આવ્યા કરતાં હતાં. ત્યાર બાદ મલ્હરરાવે મલ્હાર ક્ષેત્રમાં તેમેની ધૂણી અને આસનની પાક્કી વ્યવસ્થા કરીને તેમને ત્યાં જ રહેવાનો આગ્રહ કર્યો હતો.

અહીંયા બાબા 1901થી 1921 સુધી રહ્યાં હતાં. ત્યાર બાદ અંતર પ્રેરણાથી ઋષિકેશમાં જઈને ચૈત્ર વદ 14 ગુરુવાર 1977 અને સન 921ના દિવસે 5.55 ના સમયે બ્રહ્મલીન થઈને તેમણે સમાધિ લઈ લીધી હતી.