શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી-દેશના લોકલાડીલા વડાપ્રધાન
Written By
Last Modified: બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (12:27 IST)

ગુજરાતનો અનુભવ દિલ્લીમાં કામ લાગ્યોઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્‍યા બાદ તેમના ભરચક કાર્યક્રમોની શરૂઆત થઇ ગઇ હતી. નરેન્‍દ્ર મોદીએ સૌથી પહેલા અમદાવાદ વિમાની મથકે પહોંચ્‍યા બાદ એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા ડોમથી સંબોધન કર્યું હતું. ત્‍યારબાદ અડાલજ નજીક ત્રિમંદિર ખાતે પણ કાર્યકરો અને લોકોને સંબોધન કરીને વિકાસની વાત કરી હતી. સાથે સાથે દેશને નવી ઉંચાઈ પર લઇ જવાની કટિબદ્ધતા દોહરાવી હતી. વિમાની મથકે ભવ્‍ય સ્‍વાગત બાદ મોદીએ ગુજરાતની જનતા, સાથી નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્‍યો હતો. એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત બાદ અડાલજ ત્રિમંદિર ખાતે ભવ્‍ય સંત્‍કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, હું ક્‍યા પણ રહું તમે મારા દિલમાં છો.

ચીનના પ્રમુખ અમદાવાદ આવે તેનું કારણ દેશવાસીઓએ આપેલા પૂર્ણ બહુમતિ હોવાની વાત કરી મોદીએ લોકોના દિલ જીતી લીધા હતા. વતનના લોકો સ્‍વાગત કરે એનો આનંદ અનેરો હોય છે. એરપોર્ટ પર આયોજિત કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે, ગુજરાતનો ૧૪ વર્ષનો અનુભવ દિલ્‍હીમાં ખુબ કામ લાગી રહ્યો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ગુજરાત સરકાર તેમની ગેરહાજરીમાં પણ અગાઉ કરતા વધારે સારી કામગીરી અદા કરી રહી છે. દેશના લોકોના હિતમાં કામ કરવાની મોદીએ પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી. મોદી વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. પ્રજાનો પ્રેમ અને કાર્યકરોનો સાથ કામ કરવાની નવી  પ્રેરણા શક્‍તિ આપે છે. દિલ્‍હીમાં સરકાર ચલાવવામાં ૧૪ વર્ષનો અનુભવ મદદરુપ થઇ રહ્યો છે. એક નાનકડા રાજ્‍યના મુખ્‍યમંત્રી આટલી જવાબદારી માથે પડે ત્‍યારે સામાન્‍ય માણસ આヘર્યચકિત થઇ જાય પરંતુ તેમની ટ્રેનિંગ ખુબ સારી પરિસ્‍થિતિમાં થઇ છે.

મોદીએ ભારતમાં અનેક ક્ષેત્રે ઉજ્જવૃ તકો હોવાની વાત કરી હતી. કાર્યકરોની મહેનતથી કેન્‍દ્રમાં સરકાર બની છે. ભેદભાવ વિના દરેક રાજ્‍યનો વિકાસ કરવા તેઓએ પ્રયાસો હાથ ધર્યા છે. ચીનના પ્રમુખ અમદાવાદ આવે તે ગુજરાતનું બહુમાન છે. સર્વજનહિતમાં કામ એક જ સરકારનો મંત્ર છે. વિકાસ મંત્ર ટીમ ઇન્‍ડિયા મુજબ આગળ વધવામાં આવશે. જનધન યોજનાથી લોકોને અધિકાર મળ્‍યો છે. રાજ્‍યોમાં પણ પૂર્ણ બહુમતિવાળી સરકારો બનવી જોઇએ. જુની સરકારોએ દેશના લોકોના વિકાસની ચિંતા કરી ન હતી. ગુજરાતીઓ માટે હું વડાપ્રધાન નહીં નરેન્‍દ્ર ભાઈ જ છું. ગુજરાતીઓ હંમેશા મારા દિલમાં છે અને રહેશે. ગુજરાતની વિકાસ યાત્રા પણ એજ ગતિએ ચાલતી રહેશે. ગુજરાત મોદી કે આનંદીબેનના ભરોસે નહીં પરંતુ જનતાના પરિશ્રમના કારણે ચાલશે.