1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. ગુજરાતના જાણીતા લોકસભા ઉમેદવાર
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2024 (13:27 IST)

કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ-નક્સલવાદ ફેલાવી રહી છેઃ મંત્રી ઋષિકેશ પટેલ

Congress is spreading terrorism-Naxalism by combining Muslim League and Communists: Minister Rishikesh Patel
Congress is spreading terrorism-Naxalism by combining Muslim League and Communists: Minister Rishikesh Patel
લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણીમાં જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયના શુભારંભ સમયે ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા.

જાહેરસભાને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે, કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે.ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા અંબાજી ખાતે ગુજરાત સરકારના આરોગ્યમંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાર બાદ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. જ્યાં રિબન કાપી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કોંગ્રેસ પર આકાર પ્રહાર કર્યા હતા. ત્યાર બાદ તેમણે દાંતા રોડ પર જાહેરસભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ટોપી અને ખેસ સાથે હાજર રહ્યા હતા.

અંબાજી ખાતે ઋષિકેશ પટેલે કોંગ્રેસને મુસ્લિમ લીગ પાર્ટી ગણાવીને તેના પર આકરા આક્ષેપો કર્યા હતા. અંબાજી ખાતે ભાજપના કાર્યાલયને ખુલ્લું મુકાયું ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે પોતાના એજન્ડાને ન્યાયપત્ર નામ આપ્યું છે, પણ એમાં અન્યાય સિવાય કંઇ વાત નથી. કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગના 1947ના એજન્ડાને 2024મા અમલ કરવા જઈ રહી છે. કોંગ્રેસ સામ્યવાદીઓને ભેગા કરીને આપણા દેશમાં આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે મોદીસાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે. આવનારી ચૂંટણી આગામી 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરતી ચૂંટણી છે, માટે ભાજપને જિતાડવા રેખાબેનને વોટ આપજો. આવનારા સમયમાં ભાજપ સરકાર અંબાજી કોરિડોરનો વિકાસ કરવા જઇ રહી છે ત્યારે આપણે સૌએ વિકાસના નામે વોટ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 200 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારની ક્રિકેટ ટીમોને બેટ-બોલ અને સ્ટમપની કિટ અપાઈ હતી