સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Modified: શનિવાર, 16 માર્ચ 2019 (15:16 IST)

પી.વી. નરસિંહ રાવ : દેશને ઉદારીકરણને રસ્તે આગળ ધપાવ્યો

અનેક ભાષાઓના જાણકાર એવા પી.વી. (પામુલાપતિ વેંકટ) નરસિંહરાવને સંગીત, સિનેમા અને થીએટરનો ખુબ જ શોખ હતો. ભારતીય સંસ્કૃતિ અને દર્શન એટલે કે તત્વજ્ઞાનમાં ઉંડો રાસ હતો. સાહિત્યમાં રસ ધરાવતા રાવે તેલુગુ અને હિન્દીમાં કવિતાઓ પણ લખી હતી.તેઓ સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાઓ બોલી તેમજ લખી પણ શકતા હતાં.
 
પ્રારંભિક જીવન : તેમનો જન્મ ૨૮મી જૂન ૧૯૨૧ના દિવસે કરીમનગર જિલ્લાના વાંગરા ગામમાં થયો હતો. તેમણે ઉસ્માનીયા, નાગપુર અને મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. તેમણે કાયદામાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રીઓ પણ મેળવી હતી. તેઓ જીવતા હતા ત્યારે જ તેમની પત્નીનું અવસાન થઈ ગયેલું.
 
રાજનૈતિક જીવન : નરસિંહ રાવે આઝાદીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ૧૯૬૨ થી ૧૯૭૧ સુધી આંધ્રપ્રદેશના મંત્રીમંડળમાં પણ હતાં. ૧૯૭૧માં રાવ પ્રદેશના રાજકારણમાં કદાવર નેતા બનીને ઉભરી આવ્યા હતાં. તેઓ ૧૯૭૧ થી ૧૯૭૩ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ હતાં. ઇન્દિરા ગાંધી પ્રત્યેની તેમની વફાદારીના કારણે તેમને ઘણો રાજનૈતિક લાભ પણ થયો હતો તઅથા તેમમું કદ પણ વધ્યું. તેમણે ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય તથા રક્ષામઅંત્રાલય પણ સંભાળ્યુ હતું. તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એમ બન્નેના કાર્યકાળમાં મંત્રીપદ સંભાળ્યુ હતું. તેમનીવિદ્વતા અને યોગ્યતાને લઈધે બન્ને નેતાઓ તેમને સન્માન આપતા હતાં.
 
૧૯૯૧માં વડાપ્રધાનબન્યા : રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન બાદ તેમની અનિચ્છા હોવા છતાં પી.વી. નરસિંહા રાવને વડાપ્રધાન બનાવવામાં આવેલા.તેઓ દક્ષિણ ભારતમાંથી બનેલા પ્રથમ વડાપ્રધાન બન્યા હતાં. તેઓ ૨૧મી જૂન ૧૯૯૧થી ૧૬મી મે ૧૯૯૬ સુધી વડાપ્રધાન પદ પર બિરજમાન રહ્યા હતાં તથા રાષ્ટ્રનું કુશળતાપૂર્વક સંચાલન પણ કર્યુ હતું. સમગ્ર રાષ્ટ્રમાં આર્થિક બાબતોમાં સુધારા લાગુ કરવાનું શ્રેય તેમને જ જાય છે.
 
વિશેષ : પી.વી. નરસિંહ રાવે મુશ્કેલ સમયે દેશની કમાન સંભાળી હતી. તે સમયે ભારતનું વિદેશી ચલણનું ભંડોળચિંતાજંક રીતે ઘટી ગયુ હતું અને દેશનું સઓનુ ગીરેવે રાખવું પડ્યું હતું. તેમણે રિઝર્વ બેન્કના અનુભવી ગવર્નર ડૉ. મનમોહન સિંહને દેશના નાણામંત્રી બનાવીને દેશને આર્થિક સંકટના વમળમાં ડૂબી જતો બચાવી લીધો હતો. તેઓ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મરાઠી, સ્પેનિશ, ફ્રેન્ચ સહિત લગભગ ૧૭ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતાં. સ્પેનિશ તથા ફ્રેન્ચ ભાષાઓ તો તેઓ બોલી અને લખી પણ શકતા હતાં.