રક્ષાબંધન- જાણો રક્ષાબંધન ભારતમાં ક્યા કેવી રીતે ઉજવાય છે

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (00:20 IST)

Widgets Magazine
rakshabandhn

 
ઉતરાંચલમાં રક્ષાબંધનને શ્રાવણી કહે છે.આ દિવસે યજ્રવેદી દ્વિજોનો ઉપક્ર્મ હોય છે. ઉત્સર્જન ,સ્નાન-વિધિ ,ઋષિ તર્પણાદિ કરીને નવી જનેઉ ધારણ કરે છે. બ્રાહ્મણોનો આ સર્વોપરિ  તહેવાર છે. વૃતિવાન બ્રાહમણ પોતાના ભક્તોને  જનેઉં અને રાખડી આપીને દક્ષિણા લે છે. 
 
અમરનાથની યાત્રા ગુરૂપૂર્ણિમાથી પ્રારંભ થઈ રક્ષાબંધનના દિવસે પૂરી થાય છે. કહેવાય છે કે આ દિવસે અહીંનું  શિવલિંગ પણ પોતાના પૂર્ણ આકારમાં જોવા મળે છે. આ અવસરે શ્રાવણી પૂનમે  અમરનાથની ગુફામાં દરેક વર્ષે મેળાનું  આયોજન કરાય છે. 
 
મહારાષ્ટ્ર રાજ્યમાં આ તહેવાર નારિયેળી પૂર્ણિમા કે શ્રાવણી પૂર્ણિમાના નામે ઓળખાય છે. આ દિવસે લોકો નદી કે સમુદ્ર્કાંઠે જઈને જનેઉ બદલે છે અને સમુદ્ર્ની પૂજા કરે છે. આ અવસરે સમુદ્રના સ્વામી વરુણ દેવને પ્રસન્ન કરવા માટે લોકો દ્વારા નાળિયેર અર્પિત કરવાની પરમ્પરા છે. આ કારણે આ એક દિવસ માટે મુંબઈનું  સમુદ્ર તટ નારિયેળના ફળથી ભરાય જાય છે. 
 
રાજ્સ્થાનમાં રામરાખી અને ચૂડારાખી  કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી જુદી હોય છે. એમાં લાલ દોરા પર એક પીળા છાંટાવાળુ ફૂંદુ હોય છે. આ માત્ર ભગવાનને બંધાય છે. ચૂડારાખડી ભાભીની બંગડીમાં બાંધવામાં આવે  છે. 
 
તમિલનાડુ,કેરળ મહારાષ્ટ્ર અને ઉડીસાના દક્ષિણ ભારતીય બ્રાહમણ આ પર્વને અવનિ અવિત્તમ કહે છે. જનેઉ ધારણ કરતા બ્રાહ્મણો માટે આ દિવસ  ખૂબજ મહત્વપૂર્ણ છે. આ દિવસે નદી કે  સમુદ્ર્કાંઠે સ્નાન કર્યા પછી ઋષિઓને  તર્પણ કરી જનેઉ ધારણ કરાય છે. પાછલા વર્ષના જૂના પાપને જૂના જનેઉના રૂપમાં ત્યાગીને સ્વચ્છ નવી જનોઈ પહેરીને નવુ  જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે આ દિવસે યજ્ર્વેદીય બ્રાહમણ 6 મહીના માટે વેદનો અભ્યાસ શરૂ કરે છે. આ પર્વનો એક નામ ઉપક્ર્મણ પણ છે જેનો અર્થ "નવી શરૂઆત" 
 
વ્રજમાં હરિયાળી ત્રીજ(શ્રાવણ તૃતીયા)થી શ્રાવણી પૂર્ણિમા સુધી બધા મંદિરોમાં અને ઘરોમાં ઠાકુર હીંડોળામાં બેસે છે. રક્ષાબંધનના દિવસે  હીંડોળા સમાપ્ત થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

રક્ષાબંધન સ્પેશિયલ મિઠાઈ- જાણો તમારા વહાલા ભાઈને કઈ મિઠાઈ ખવડાવીને તમે રાખડી બાંધશો

વાસ્તવમાં ભાઈ-બહેનના પ્રેમને રંગબેરંગી રાખડીનો દોરો વધારે મજબૂતી આપે છે. ભાઈ-બહેન ...

Video-આ રક્ષાબંધને કરો આ ટોટકા , આખું વર્ષ ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈઓ અને બહેનો માટેનો જ પવિત્ર દિવસ નથી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ ...

news

રક્ષાબંધનની પૂજન અને શ્રવણ પૂજન કેવી રીતે કરાય?

રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી ...

news

શ્રાવણમાં સૌભાગ્ય વધારે છે લીલો રંગ, પતિ પત્નીમાં વધે છે પ્રેમ

શ્રાવણ મહીના આવતા જ બંગડીઓનો વેચાણ વધી જાય છે. પણ તેમાં પણ ખાસ કરીને લીલા રંગની બંગડીઓની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine