જાણો રક્ષાબંધન કેવી રીતે ઉજવશો
- શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબધનનો તહેવાર ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયામાં જ્યા પણ ભારતીય લોકો રહે છે તેઓ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે.
- આ તહેવારનો સંબંધ રક્ષા સાથે પણ છે તેથી જે જાત અક પોતાની રક્ષા કરનારો છે તેના પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા દર્શાવવા માટે તેને રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. રક્ષા બંધનના દિવસે સવારે સૌ પહેલા બહેનો સ્નાન કરીને ભગવાનની પૂજા કરે છે.
- પછી રક્ષાબંધનની થાળી તૈયાર કરે છે જેમા કંકુ ચોખા દોરો અને સિક્કો તેમજ દીવો પ્રગટાવીને તેમા ભાઈઓને પહેરાવવા માટે રંગબેરંગી રાખડીઓ મુકીને થાળીની પૂજા કરે છે.
- દરેક ઘરમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધતા પહેલા એક રાખડીને ભગવાન કૃષ્ણને બાંધવી જોઈએ.
- પછી શુભ મુહુર્તમાં પોતાના ભાઈઓને પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસાડતા તેમના માથા પર કંકુ ચોખાથી તિલ અક કરીને ભાઈના જમણા હાથ પર રાખડી બાંધે છે.અને મીઠાઈ ખવડાવીને ભાઈનુ મોઢુ મીઠુ કરે છે. તેમજ પોતાના ભાઈની નિરોગિતા લાંબી આયુ સુખ સમૃદ્ધિ અને ઉન્નતિની કામના કરે છે.
- રાખડી બાંધતી વખતે બહેનોએ પોતાના ભાઈઓન સૌભાગ્ય માટે નિમ્ન મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરવુ જોઈએ. રાખડી ત્યારે પ્રભાવશાળી બને છે જ્યારે તેને મંત્રો સાથે બાંધવામાં આવે.
મંત્ર છે - યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ
તેન ત્વાં પ્રતિબધ્નામિ રક્ષે મા ચાલ મા ચલ
તેનો મતલબ છે જે રક્ષા સૂત્રથી મહાન શક્તિશાલી દાનવેન્દ્ર રાજા બલિને ધર્મ બંધનમાં બાંધવામાં આવ્યો હતો એ રક્ષાસૂત્રથી હુ તને બાંધુ છુ. આ તારી રક્ષા કરશે. હે રક્ષે (રક્ષાસૂત્ર) તુ સ્થિર રહેજે. સ્થિર રહેજે અને દરેક મુશ્કેલીમા રક્ષા કરજે.
- રાખડી બાંધ્યા પછી ભાઈ પણ બહેનનુ મોઢુ મીઠુ કરાવે છે અને પોતાની શક્તિ મુજબ ભેટ આપે છે.
- આ દિવસે બહેનો પોતાના ભાઈની પસંદગીનુ ભોજન બનાવે છે અને ભાઈ પોતાની બહેનોના હાથથી બનેલુ જ ભોજન કરે છે.
- ભવિષ્ય પુરાણ મુજબ રક્ષાબંધન નો તહેવાર વિધિપૂર્વક ઉજવવાથી બહેનો અને ભઈઓને કોઈપણ વસ્તુની કમી નથી રહેતી અન ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
- આ રક્ષા સૂત્ર જાતકના સમસ્ત રોગોને અને અશુભ કાર્યોને નષ્ટ કરી દે છે અને તેને ધારણ કરવાથી મનુષ્ય આખા વર્ષ માટે રક્ષિત થઈ જાય છે. તેથી આ રક્ષા સૂત્રને જરૂર ધારણ કરવુ જોઈએ.