ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ ભાજપમય, મનમોહનસિંહ માટે હોલ ફાળવવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચાઓ

મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:53 IST)

Widgets Magazine
chambar of commerce

વેપારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઉત્સુક ગુજરાત ચેમ્બરે વેપારીઓને પરેશાન કરી મૂકનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન   ડૉ. મનમોહન સિંઘને હોલની ફાળવણી કરવાનો ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે ગુજરાત ચેમ્બરને બદલે જીએસટીને મુદ્દે ડૉ. મનમોહન સિંઘ  શાહીબાગમાં સરદાર સ્મારકમાં પ્રવચન આપશે. ગુજરાત ચેમ્બરનું મુખ્ય કાર્ય કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવાનું કે તેના હિતમાં કાર્ય કરવાનું નથી. પરંતુ વેપારીઓના પ્રશ્નોને વાચા આપીને સરકારને વેપારીઓના હિતમાં અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના તેના દાવા પ્રમાણેનો માહોલ વેપારીઆલમને પૂરો પાડવા માટે રજૂઆત કરવાનો છે. તેમજ તે પ્રમાણે સરકારી નીતિઓમાં ફેરફાર લાવવાના સૂચન કરવાની તેની જવાબદારી છે. કોઈપણ રાજકીય પક્ષનું ઉપરાણું લેવાની તેની ફરજ નથી. આ મુદ્દે તેમણે કોઈપણ રાજકીય પક્ષની તરફેણ કરવાનું વલણ અપનાવવાનું હોતું નથી. તેમ છતાંય ડૉ. મનમોહન સિંઘને તેમના પ્રવચન માટે જગ્યા ન ફાળવીને ગુજરાત ચેમ્બરે ભાજપ તરફ કૂણું વલણ દાખવ્યું છે અને કોન્ગ્રેસનો અનાદર કરવાની માનસિકતા દર્શાવી છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વેપારીઓની વિમાસણ 8મીએ ગુજરાતમાં રાહુલને મળવું કે સ્મૃતિ ઈરાનીને મળવા દિલ્હી જવું

ગુજરાતમા ચૂંટણી સમયે વેપારીઓ વિમાસણમાં મુકાયા છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ...

news

રાહુલ સાથે મનમોહન, અમિત શાહ સાથે મોદી હવે ગુજરાતમાં પ્રચાર જામશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો છે. એક તરફ ભાજપ ...

news

રાહુલ સાથે મનમોહન, અમિત શાહ સાથે મોદી હવે ગુજરાતમાં પ્રચાર જામશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ જામ્યો છે. એક તરફ ભાજપ ...

news

દેશદ્રોહીને સુરક્ષા કેમ ? હાર્દિકનો સવાલ

અમદાવાદ્ પાટીદાર નેતા હાર્દિક પટેલે સુરક્ષા લેવાથી ઈંકાર કરી દીધો. સાથે જ તેમણે તેને ...

Widgets Magazine