મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (14:42 IST)

રાહુલ ગાંધીના બદલાયેલા તેવરથી ભાજપમાં ફફડાટ

રાહુલ ગાંધીના બદલાયેલા તેવરથી ભાજપમાં ફફડાટ, કોંગ્રેસની એન્ટિ હિન્દુ ઇમેજ તોડવાનો પ્રયાસ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાત લઇ મિશન ગુજરાતનો પ્રારંભ કર્યો. એક તરફ રાહુલ જનસંપર્ક અભિયાન થકી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યા છે તો કોંગ્રેસ સોશ્યલ મીડીયા પર પીએમ મોદી અને અમિત શાહના ગુજરાતમાં તેમના જ અંદાજમાં પ્રહારો કરવાનુ શરૂ કરી દીધુ છે આનાથી ભાજપને પરસેવો વળી રહ્યો છે.  રાહુલ ગાંધી ગુજરાતમાં ૧ર દિવસના જનસંપર્ક અભિયાન ઉપર છે જેમાં તેઓ ૩-૩ દિવસના ચાર તબક્કામાં જનસંપર્ક કરી રહ્યા છે. પ્રથમ ચરણ ગઇકાલે સાંજે પુરો થયો, જેમાં સૌરાષ્ટ્રને કવર કર્યુ. હવે તેઓ ઉ.ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાત જશે. તેમણે દ્વારકાથી અભિયાનની શરૂઆત કરી અને લોકોને સંકેત આપ્યો કે કોંગ્રેસ હિન્દુ વિરોધી પક્ષ નથી તો બીજી તરફ ગઇકાલે એક જ શ્વાસે ચોટીલાનો ડુંગર પણ ચડી ગયા હતા અને માતાજીના દર્શન કર્યા હતા આ બાબતે લોકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. તેઓ વિરપુર અને ખોડલધામ પણ ગયા હતા. રાહુલે પોતાની સભાઓમાં વિકાસ ગાંડો થયો છે અને જીએસટી કે જે ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે તે મુદ્દા જોરશોરથી ઉઠાવી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અમુક સ્થળે રાજકીય પરિપકવતા પણ બતાડી હતી. તેઓ પોતાની મુલાકાત દરમિયાન ખેડુતો, પાટીદારો, વેપારી સમુદાય, ઉદ્યોગપતિઓ, અદિવાસીઓ, માલધારીઓ, પ્રોફેશનલ્સ, માર્કેટીંગ સાથે જોડાયેલા લોકો, યુવાનો, મહિલાઓ, માછીમારો વગેરેને મળ્યા હતા. કોંગ્રેસની છબિ સામાન્ય રીતે એન્ટિ હિન્દુ અને લઘુમતીઓને લાભ કરાવી આપનાર પાર્ટી તરીકેની છે. પરંતુ લાગે છે કે હવે કોંગ્રેસ પોતાની છબિ ભૂલીને ભાજપની જેમ જ હિન્દુત્વનો એજન્ડા અપનાવવાની કોશિશ કરી રહ્યું છે.  રાજયના ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું, 'રાહુલ ગાંધીને દર્શન કરતા કે ગરબામાં આરતી કરતા પણ નથી આવડતી. તે મંગળવારે ગરબામાં ગયો હતો પણ તેને આરતી કરતા પણ નથી આવડતી. ભોંઠા પડેલા કોંગ્રેસના નેતાઓએ તેની મદદ કરવી પડી હતી. આ જ બતાવે છે કે કોંગ્રેસ ચૂંટણી ટાણે મતદાતાઓને આકર્ષવાનો બોદો પ્રયાસ કરી રહી છે. બુધવારે ગાંધીએ ગોંડલ નજીક ઘોઘાવદર ગામમાં આવેલા દલિતોના દાસી જીવન મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ મંદિર નાત-જાત અને સામાજિક અસમાનતા વિષે લખનાર દલિત કવિને સમર્પિત કરવામાં આવ્યું છે. બંધબારણે મીટીંગ અંગે પૂછવામાં આવતા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ ચોવટિયાએ જણાવ્યું, 'રાહુલ વિરપુરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હતા અને અમારી ઈચ્છા હતી કે તે કાગવડના મંદિરની પણ મુલાકાત લે. અમે તેમને રિકવેસ્ટ કરી અને તેમણએ તરત એ વાત સ્વીકારી પણ લીધી.'