મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:24 IST)

સેલ્ફિએ લીધો જીવ, જાસપુર કેનાલમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

2 students death In Ahmedabad
અમદાવાદનાં જાસપુર કેનામાં કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયાની ઘટના બની છે. મૂળ મોરબીના અને ગાંધીનગર પાસેની કર્ણાવતી યુનિ.ની બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લેતા હતા દરમિયાન યુવાનનો પગ લપસી પડતાં તે કેનાલમાં પડ્યો હતો. મિત્ર ડૂબતો જોઈ બીજો મિત્ર પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એનડીઆરએફની ટીમ ગઇકાલે મોડી રાતથી જ તપાસમાં લાગી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, જે યુવાનો ડુબ્યાં છે તેમાં એક યુવાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનો ભાણેજ પણ સામેલ છે. ગઇકાલે મોડી રાતથી કેનાલ બંધ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાતે અંધારાને કારણે તપાસમાં તકલીફ પડતી હતી. પરંતુ સવારથી આ યુવાનોને શોધવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ યુવાનો મોરબીનાં રહેવાસી છે અને અભ્યાસ અર્થે ગાંધીનગર રહેતા હોવાના સમાચાર છે. આ યુવાનો કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે.