શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જાન્યુઆરી 2022 (11:58 IST)

KBCમાં 25 લાખ જીત્યા છો કહી 77 હજાર અને એરલાઈન્સમાં જોબના નામે 3 લાખની ઠગાઈ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં ઓનલાઈન છેતરપિંડીના 8 બનાવ નોંધાયા છે. તેમાં એરલાઈન્સ કંપનીમાં નોકરી અપાવવાના બહાને ઉનના યુવક પાસેથી 3.54 લાખ રૂપિયા ગઠિયાઓએ મેળવી લીધા હતા. તો અન્ય બનાવમાં કોન બનેગા કરોડપતિમાંથી 25 લાખની લોટરી લાગી છે એમ કહી ગઠીયાઓએ પુણાની મહિલા પાસે 77500 રૂપિયા પડાવી ઠગાઈ કરી હતી. છેલ્લે મીઠાઈ માટે પણ 5000 માંગતા મહિલાને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાઈ રહ્યા છે.

ઉનમાં રાહત સોસાયટીમાં રહેતો આસીફ આરીફ પીંજારા સસરા સાથે મેટ્રેસની દુકાનમાં કામ કરે છે. 4 માસ પહેલા ફોન પર સોશિયલ સાઇટ જોતો હતો ત્યારે એરલાઈન્સ કંપનીમાં નોકરીની જાહેરાત જોઈ હતી. તેમાં એક લીંક ઓપન કરી વિગત ભરી હતી. ત્યાર બાદ મેસેજ આવ્યો જેમાં ફોટો-ડોક્યુમેન્ટ વોટ્સએપ કરવા કરવા કહ્યું હતું. ત્યાર બાદ ટ્રેનિંગ અને સિક્યુરીટી પેટે,યુનિફોર્મ અને કન્ફર્મેશન નંબર માટે,મેડિકલ અને ઇન્સ્યોરન્સ માટે ફી પેટે 3.54 લાખ કઢાવ્યા હતા. નોકરી ન મળતા આસીફે પોલીસ ફરિયાદ આપી છે.ડિંડોલીમાં શિવાલીક સ્ક્વેરમાં રહેતો આદર્શસીંગ ટુનટુનપ્રસાદ સીંગ UPSCની તૈયારી કરે છે. જાન્યુ 2021માં આદર્શે ફોનમાં ટેલીગ્રામ એપ ઓપન કરી હતી. તેમાં બેંક નીફ્ટી એન્ડ ઓપ્શન નામની ચેનલ જોઈન્ટ કરી હતી. જેનાં 12 હજાર સબસક્રાઈબર હતા. તેથી આદર્શને વિશ્વાસ થતા ડીમેટ એકાઉન્ટ હેન્ડલ કરવા ચેનલના યુપીઆઈ એકાઉન્ટમાં મંથલી ચાર્જ પેટે 12 હજાર ઓનલાઈન જમા કરાવ્યા હતા. ચેનલ તરફથી રીપ્લાય ન આવતા ખબર પડી કે ચેનલ ફ્રોડ છે. ગઠિયાઓએ અનેક પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા છે.પુણા કેનાલ રોડ પર અવધૂત સોસાયટીમાં રહેતા હીરાબેન સુરેશ ચાવડા ગૃહિણી છે.5 નવેમ્બર 2021એ પતિના ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. પોતાની ઓળખ રૂપેશ પાંડે તરીકે આપી કોન બનેગા કરોડપતિથી 25 લાખની લોટરી લાગી છે જે નાણાં ટ્રાન્સફર કરવા 15 હજાર જમા કરાવવા કહેતા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ સરકારને 21 હજારનો ટેક્સ ભરવો પડશે કહીને અલગ અલગ રીતે 77500 પડાવી લીધા હતા. પછી ગઠિયાએ મીઠાઈ માટે બીજા 5 હજાર જમા કરવા કહેતા હીરાબેનને ખ્યાલ આવ્યો કે છેતરાયા છે. વરાછામાં મીરા નગરમાં રહેતી ખુશ્બુ યોગેશ સાનેપરા અમરોલી કોલેજમાં અભ્યાસ કરે છે. ઓક્ટો. 2021માં ખુશ્બુના પિતાના ફોન પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો કે કેવાયસી અપડેટ ન હોવાથી તમારું ખાતું બ્લોક થઈ ગયું છે હવે કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવા કહી નંબર પણ આવ્યો હતો. તે નંબર પર ખુશ્બુએ ફોન કરતા અજાણ્યાએ ખાતાની ડિટેઇલ માંગી ફોન પર આવેલો ઓટીપી માંગતા ખાતામાંથી 29725 ઉપડી ગયા હતા. ગોડાદરામાં શ્યામળા ધામ સોસાયટીમાં રહેતા દયારામ ભાગચંદ સૈની વ્યવસાયે ટેલર છે. અજાણ્યાએ પોતે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી બોલું છું તેવી ઓળખાણ આપીને લોન અપાવવાના બહાને અલગ-અલગ રીતે ઓનલાઈન 38549 રૂપિયા મેળવી લીધા હતા. દયારામે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં સુભાષનગરમાં રહેતા કાશીનાથ ગોવિંદ પાટીલના ખાતામાંથી કોઈ રીતે અજાણ્યાએ માહિતી ચોરી કરીને ફરિયાદીના ખાતામાંથી ઓનલાઈન 48 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. કાશીનાથ પાટીલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નાણાવટ ખાતે સાવંત એપાર્ટમેન્ટમાં રહેતા નકીબ હનીફ ઇંગારિયના આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડનો ઓટીપી નંબર અજાણ્યાએ કોઈ રીતે મેળવીને નકીબના ખાતામાંથી 1.38 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખ્યા હતા. નકીબે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડુમસ ગામમાં વાસી ફળીયામાં રહેતા પુનિત નવિન પટેલને અજાણ્યાઓએ ઓનલાઈન લોન અપાવવાના બહાને ફીના નામે 11650 રૂપિયા મેળવીને લોન નહીં અપાવીને છેતરપિંડી કરી છે.પુનિત પટેલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.