શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (13:07 IST)

કેવડિયા પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ: PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે

5 days off for Kevadia tourists: Tourist destinations including Statue of Unity will be closed from 28th October to 1st November due to PM Modi's arrival
31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય ત્રણ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
 
30 ઓક્ટોબરે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.
 
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે.