મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:11 IST)

ગઢડા BAPS મંદિરમાંથી વહેલી સવારે પુરૂષનો મૃતદેહ મળ્યો ,

gadhada
ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળતા ખળભળાટ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે.  મળતી માહિતી અનુસાર તેઓ ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂંજારી તરીકે સેવા કરતા હતા.આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં ડેડબોડી મળી આવી છે.

આ ઘટનાની જાણ થતાં DYSP,LCB,SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મળી આવેલ શંકાસ્પદ ડેડબોડીને લઈ પોલીસનો ધમધમાટ શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ માહિતિ સામે આવી નથી.