શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 29 જુલાઈ 2023 (13:37 IST)

સાબરમતિ નદીમાં દુર્ઘટના થતાં રહી ગઈ, કાયાકિંગ કરતાં બોટ પલટી અને યુવતી નદીમાં ખાબકી

sabarmati river
sabarmati river
યુવતીએ બોટમાં બેસતા પહેલાં જ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ
 
કાયાકિંગ એજન્સીના માણસો તાત્કાલિક યુવતીને રેસ્ક્યૂ કરીને કિનારે લાવ્યા
 
Sabarmati Riverfront - શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી ચાલી રહી છે. જેમાં કાયાકિંગની એક્ટિવીટીની મજા માણતી એક યુવતીએ બેલેન્સ ગુમાવતા નદીમાં પડી  ગઈ હોવાની ઘટના બની હતી પરંતુ યુવતીએ લાઈફ જેકેટ પહેરેલું હોવાથી તે બચી ગઈ હતી. આ દરમિયાન તાત્કાલિક એજન્સીના ક્રુના માણસો રેસ્ક્યૂ બોટ લઈ યુવતી પાસે પહોંચી ગયા હતા અને નદીમાંથી યુવતીને બહાર કાઢી બોટમાં બેસાડી હતી. 
sabarmati river
sabarmati river
કાયાકિંગ એજન્સીના માણસોએ યુવતીનું રેસ્ક્યૂ કર્યું
સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવતી કાયાકિંગ બોટમાં લાઈફ જેકેટ પહેરાવીને બેસાડવામાં આવી હતી. યુવતી બોટ લઈ નદીની વચ્ચે પહોંચી ત્યારે તેનું બેલેન્સ બગડી ગયું અને તે નદીમાં પડી ગઈ હતી. યુવતી નદીમાં પડતા તેને બચાવવા માટે કાયાકિંગ એજન્સીના માણસો રેસ્ક્યૂ બોટ લઈ ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને નદીમાંથી બહાર કાઢી હતી.કાયાકિંગ વોટર સ્પોર્ટ્સની મજા માણતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ બોટ ખૂબ જ નાની હોય છે અને એક જ વ્યક્તિ તેમાં બેસી શકે છે. વોટર સ્પોર્ટ્સ માણતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારું બેલેન્સ બગડી જાય તો બોટ ઊંધી પણ વળી શકે છે. 
 
યુવતીનું વજન વધારે હોવાથી બેલેન્સ બગડ્યું હતું
કાયાકિંગ એક્ટિવિટીના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આજે સવારના સમયે પહેલા સ્લોટમાં એક યુવતી કાયાકિંગ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતી વખતે નદીમાં પડી ગઈ હતી. જેથી ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યૂ ટીમના માણસો બોટ લઈ નદીની વચ્ચે પહોંચ્યા હતા અને તુરંત જ તેને બહાર કાઢી લીધી હતી. તેઓને નદીના કિનારે લાવી અને બેસાડવામાં આવ્યા હતા. કાયકિંગના મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, યુવતીનું વજન વધારે હોવાથી બેલેન્સ ના રહેતા તે નદીમાં પડી હતી.
Sabarmati Riverfront