સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (16:47 IST)

સુરતમાં 8 વર્ષના દીકરા સામે જ માતાનો 12મા માળેથી કૂદી આપઘાત કર્યો

suicide
સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ ચારિત્ર્ય પર શંકા કરતાં આપઘાત કર્યો હોવાથી પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતી પરિણીતા પર પતિની ચારિત્ર્યની શંકા અને છેલ્લાં 9 વર્ષથી ત્રાસ આપતાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી રહી છે. પોતાના પુત્રની નજર સામે જ માતાએ બારમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

પતિ ચારિત્ર્ય પર શંકા રાખતા હોવાથી પોતાના 8 વર્ષના દીકરાની સામે જ માતા કૂદી હતી. આત્મહત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.એપાર્ટમેન્ટના બારમા માળેથી ઝંપલાવી દેતાં રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્ર માતાને બિલ્ડિંગ પર આત્મહત્યા કરતા જોઈ આત્મહત્યા ન કરવા માટે કરગરતો રહ્યો હતો. ખટોદરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.