ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ખેડા: , શુક્રવાર, 28 જૂન 2019 (18:11 IST)

આફ્રિકામાં ગુજરાતીની ગોળી મારી હત્યા, પરિવારમાં છવાયો માતમ

વિદેશમાં અવારનવાર ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક ગુજરાતીની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુનુસભાઇ વ્હોરાની આફ્રિકામાં લુંટારૂઓએ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા ઘરમાં માતમ છવાયો છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વાર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકના રહેવાસી અને હાલ અમદાવાદમાં રહેતા યુનુસભાઇ વ્હોરા 9 વર્ષ પહેલા આફ્રિકા ગયા હતા. તેઓ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં સ્થાયી થયા હતતા. જ્યાં તેમણે એક દુકાન શરૂ કરી હતી. 20 જૂનના રોજ જ્યારે તેઓ દુકાન પહોંચ્યા ત્યારે તેમની દુકાનામાં ત્રણથી ચાર લૂંટારૂઓ લૂંટ ચલાવી રહ્યાં હતા.
 
તે દરમિયાન આ લૂંટારૂઓમાંથી એક લુંટારૂએ યુનુસભાઇને ગોળી મારી હતી. ગોળી વાગતા યુનુસભાઇ જમીન પર ફસડાઇ પડ્યા હતા. યુનુસભાઇને ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ દુકાનમાં લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનામાં લૂંટારૂઓ સીસીટીવી કેમેરાનાને નુકસાન પહોંચાડીને ભાગી છૂટ્યા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.