બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2019 (00:09 IST)

દક્ષિણ આફ્રિકા સામે ભારતનો છ વિકેટે વિજય, રોહિત શર્મા 122 રન

દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે ચાર વિકેટ ગુમાવી 47.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ઓપનિંગમાં આવેલા બૅટ્સમૅન રોહિત શર્માએ 144 બૉલમાં 13 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 122 રન બનાવ્યા હતા.
 
વન ડે ક્રિકેટમાં રોહિત શર્માની આ 23મી સદી છે.
 
ભારત તરફથી રોહિત શર્માએ 122, શિખર ધવને 8, વિરાટ કોહલીએ 18, કે. એલ. રાહુલે 26, મહેન્દ્રસિંહ ધોનીએ 34 અને હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા
 
આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં નવ વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા.
 
ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વરે 2-2 અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી. એક સમયે આફ્રિકાની 89 રન પર 5 વિકેટ હતી, પરંતુ નીચલી હરોળનાં બેટ્સમેનોએ સારી બેટિંગ કરીને આફ્રિકાને સમ્માનજનક સ્કોરે પહોંચાડ્યું હતુ
India vs South Africa Live - યુઝવેન્દ્ર ચહલની ખતરનાક બોલિંગ, બે ખેલાડી થયા બોલ્ડ, ભારતને મળી 4થી સફળતા 
લાઈવ સ્કોર 78   ઓવર  19  3 વિકેટ 
 
- ચહલની ખતરનાક બોલિંગના ચક્રવ્યુહમાં સાઉથ આફ્રિકા, ચહલે પ્લેસિસને 38 રને બૉલ્ડ કર્યો
ચહલે 22 રને ડુસ્સેનને બૉલ્ડ કર્યો
 
- જસપ્રીત બુમરાહ ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યા છે. તેમની પાસે બોલમાં બાઉસ અને સ્વિંગ છે. 10 ઓવર પછી આફ્રિકાનો ક્સોર 34/2 છે. વિરાટે હાર્દિકને બોલ પકડાવી છે. 
 
 વિરાટ કોહલીએ બોલિંગમાં મિશ્રણ રાખ્યુ છે. બે છેડેથી બે બોલર બોલિંગ કરી રહ્યા છે. એક બાજુથી હાર્દિક પડ્યા તો બીજી બાજુથી કુલદીપ યાદવ. 
 
લાંબા સમય પછી આફ્રિકાની ટીમ તરફથી ચોક્કો આવ્યો. ડસેનના બેટથી ચોક્કો કવર ડ્રાઈવથી મળ્યો. આ સાથે જ સ્કોર 48 પર બે વિકેટ છે. 14 ઓવર પુરી 
- ડી કૉક 10 રન મારીને બુમરાહની ઑવરમાં આઉટ, કોહલીએ કર્યો કેચ
- બુમરાહે અમલાને 6 રને આઉટ કર્યો, રોહિતે કર્યો કેચ
 
- તેજ બોલર ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગ .. પહેલી ઓવરમાં માત્ર 2 રન 
 
 
ભારત આ મેચ જીતીન વિશ્વકપની શરૂઆત કરવા માંગશે. દક્ષિણ આફ્રિકાનુ મનોબળ ઈગ્લેંડ અને બાંગ્લાદેશ સામે હારીને પહેલા જ તૂટેલુ છે. 


ભારત આ મેચ જીતીને  વિશ્વકપની શરૂઆત કરવા માંગશે. દક્ષિણ આફ્રિકાનુ મનોબળ ઈગ્લેંડ અને બાંગ્લાદેશ સામે હારીને પહેલા જ તૂટેલુ છે. ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ તેનુ મિડલ ક્રમ છે.   2015ના વિશ્વકપ પછીથી ભારત હજુસુધી પોતાનો નંબર 4 બેટ્સમેન શોધી શક્યો નથી.  જોકે બાંગ્લદેશ વિરુદ્ધ અભ્યાસ મેચમાં લોકેશ રાહુલ ચોથા નંબર પર રમ્યા હતા અને સદી પણ ફટાકરી હતી. 
 
બંને દેશ વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધી રમાયેલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ત્રણ વાર ભારતને હરાવ્યુ છે. બીજી બ આજુ ઓવરઓલ મેચની વાત કરીએ તો ભારત વિરુદ્ધ આફ્રિકાનો વિનિંગ રેટ 58 ટકા છે. બંને દેશ અત્યાર સુધી 83 વનડ મ એચ રમી ચુકી છે.  જેમા 46માં દક્ષિણ આફ્રિકા અને 34માં ભારતને જીત મળી છે. અને 3 મેચ ટાઈ થઈ છે.