રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:53 IST)

નોકરી માટે ભરતી મેળામાં આવેલા યુવકને ફિજિકલ ટેસ્ટ બાદ ચક્કર આવ્યા અને મોતને ભેટ્યો, પરિવારના માથે આભ ફાટ્યું

હાલમાં ગુજરાતમાં સરકારી ભરતીઓની સિઝન ચાલી રહી છે. હોમગાર્ડ, જીઆરડી, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે યુવાનો તનતોડ મહેનત કરી રહ્યાં છે. પરંતુ ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે.
 
અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠીના ૨૪૩ ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા.
 
ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર ૨૫ વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી.
 
જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે
 
આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.