1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (11:30 IST)

અમદાવાદ: કેજરીવાલના સ્વાગતમાં કાર્યકર્તાઓ સોશીયલ ડિસ્ટન્સ ભૂલ્યા..

Kejriwal's welcome
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડવામાં છે. એરપોર્ટ થી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા.કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશીયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા.

કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા.તમામ લોકો એકબીજથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા...