1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:44 IST)

આણંદ - લગ્ન સમારંભમાં હલવો ખાધા પછી 2000 જાનૈયાઓ અને મહેમાનોની તબિયત લથડી

ગુજરાતના આણંદ જીલ્લાના નાપાડ ગામમાં રવિવારે એક લગ્ન સમારંભમાં જમ્યા પછી 2000થી વહ્દુ લોકો બીમાર થઈ ગયા. બધનએ સારવાર માટે આણંદ, બોરસદ કરમસદ, આંકલાવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે લગ્નમાં બનાવેલ ગાજરનો હલવો ખાધા પછી મહેમાનો અને જાનૈયાઓને ફુડ પૉઈઝનિંગની તકલીફ થઈ.
 
સૂત્રો મુજબ આણંદના નાપાડ ગામમાં રવિવારે એક પરિવારની બે પુત્રીઓના લગ્ન થયા. નાપાડમાં બોરસદ જીલ્લાના નાપા-વાંટા અને નવસારી શહેરથી જાન આવી હતી. અહી લગભગ 6000 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  દ્વારચારા અને અન્ય રિવાજ પછી મહેમાન અને જાનૈયા જમવાના કાર્યક્રમમાં વ્યસ્ત થયા.   બધા લોકો ભોજનનો આનંદ ઉઠાવી રહ્યા હતા. 
 
આ દરમિયાન ગાજરનો હલવો ખાધા પછી કેટલાક લોકોને પેટમાં દુખાવો થવા માંડ્યો. જોત જોતામાં લગભગ 2000 લોકોને પેટમાં દુખાવો.. ઉલટી અને ઝાડાની ફરિયાદ થઈ. જેનાથી લગ્નસમારંભમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ સૌને જલ્દી જલ્દી બોરસદ, આંકલવા, આણંદ અને કરમદ જીલ્લા હોસ્પિટલમાં લઈજ અવામાં આવ્યા.  બીજી બાજુ સૂચના મેળવતા જ જીલ્લા સ્વાસ્થ્ય વિભાગના અધિકારી પણ પહૉંચી ગયા.  ડોક્ટરોએ આખી રાત દર્દીઓની દેખરેખ કરી. જેમાથી કેટલાકને સારવાર બાદ રજા આપવામાં આવી.   જ્યારે કે કેટલાકની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે આણંદના નાપાડ ગામના 1300 નાપાવાટા ગામમાં 550, નવસારીના 150 લોકોને હલવો ખાદા પછી ફુડ પ્વોઈજિંગ થયુ હતુ. હાલ નાપાડ ગામમાં સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે.