શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (11:22 IST)

કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા

કચ્છમાંથી ફરી એક વખત પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થયા છે. આ સિગ્નલનું લોકેશન અંજાર શહેર અને ચોબારી વચ્ચે મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મોદીની મુલાકાત પહેલા જ સિગ્નલ મળ્યાં હોવાથી દોડધામ મચી જવા પામી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બરના રોજ એક દિવસની ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ આણંદ, રાજકોટ અને કચ્છના અંજાર અથવા મુન્દ્રાની મુલાાકત લેશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેટેલાઇટ ફોનના જે સિગ્નલ ટ્રેસ થયા છે તે મોદીની જાહેર સભાની નજીકથી મળ્યાં છે. જે સિગ્નલ ટ્રેસ થયા છે તે થુરાયા કંપનીના ફોનના છે. આ મામલે બોર્ડર રેન્જ આઈજીએ કંઈ કહેવાનું ટાળ્યું છે. તેમના કહેવા પ્રમાણે ફ્લાઇટને કારણે આ સિગ્નલ ટ્રેસ થયા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.ગયા વર્ષે ઓક્ટોબરમાં કચ્છની જળ સીમાએ લખપત નજીકથી સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાતચીત થઈ હોવાના સિગ્નલ મળ્યાં હતા. બીએસએફના કચ્છના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ આ વાતને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે કચ્છમાંથી સેટેલાઇટ ફોન મારફતે બહાર વાતચીત થતી હોવાના સિગ્નલ વારેવારે ટ્રેસ થાય છે.