આણંદના પાટીદાર યુવકનું આફ્રિકામાં અકસ્માત થતાં મોત નિપજ્યું

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (11:58 IST)

Widgets Magazine
patidar death case


આણંદ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબેનના 32 વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબેન તથા પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમા છેલ્લાં છ વર્ષથી રહેતા હતા. નીલકંઠ જીલી સન ફાર્મસી નામની કંપનીમા માર્કેટીગ મેનેજરની જોબ કરતા હતા. નીલકંઠ પટેલની નોકરીનું સ્થળ તેમના રહેઠાણના સ્થળથી પાંચ કિલોમીટર દૂર હોઇ તે બાઈક લઈને નોકરી પર જતો હતો. 

ઉત્તરાયણના બીજા  દિવસે તે નોકરી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે આફ્રિકાના દારેસલામના કમાટા પોલીસ સ્ટેશનની સામે આવેલા પુગુ હાઇવે ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલા એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. આથી, નીલકંઠ હવામા ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. અને તે કારની નીચે આવી ગયો હતો. આ બનાવમાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

મૃતક નીલકંઠના નાના ભાઇ યોગીન પટેલે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે સંકળાયેલો છે. સંસ્થા તથા નીલકંઠ જે કંપનીમા જોબ કરતો હતો તે કંપની દ્વારા ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીલકંઠની પત્ની તથા તેના આઠ માસના પુત્રને આપવામાં આવશે. નોંધનીય છે કે, નીલકંઠની સાથે તેનો ભાઈ તેમજ તેની બે બહેનો પણ આફ્રિકામાં સ્થાયી છે. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં જ આફ્રિકામાં રહેતા યોગીનભાઈ તેમજ તેમની બહેનોએ પોલીસ વિધિ પૂરી કરી હતી. અને તેના મૃતદેહને ઉમરેઠ એરકાર્ગો કરી વતન લાવવાની કવાયત હાથ ધરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાટીદાર યુવક આફ્રિકામાં અકસ્માત થતાં મોત ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ભારત Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Patidar In Africa. ગુજરાત સમાચાર Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કંડલા બંદરે લાંગરેલા ઓઈલ જહાજમાં આગ લાગતાં એકનું મોત, 25નો બચાવ

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં લાંગરેલું ...

news

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા તોગડિયા બોલ્યા, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાને બુધવારની સાંજે અમદાવાદની ચંદ્રમણી ...

news

જિનપીંગ, આબે અને નેતન્યાહુ જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા શા માટે આવ્યા ગુજરાત ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી ...

news

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine