Widgets Magazine
Widgets Magazine

કંડલા બંદરે લાંગરેલા ઓઈલ જહાજમાં આગ લાગતાં એકનું મોત, 25નો બચાવ

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (11:46 IST)

Widgets Magazine

kandla

દીનદયાલ પોર્ટ ટ્રસ્ટમાં ખાલી થવા આવેલું ડીઝલ ભરેલું ઓઈલ ટૅન્કર જહાજ ઓટીબીમાં  લાંગરેલું હતું ત્યારે તેમાં એકાએક આગ લાગી હતી. આગ એન્જિન રૂમમાંથી થઈ વેસલ પર ફરી વળી હતી. ડીપીટી અને મરીન વિભાગ દ્વારા 10થી વધુ ખાનગી, સરકારી ટગની મદદથી આગ બુઝાવવા માટે પ્રયાસ શરૂ કરાયા હતા જે મોડી રાત્રે કારગાર સાબિત થયા હતા અને આગ કાબૂમાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે વેસલ પર 26 લોકો સવાર હતા, જે તમામને બહાર લાવી ચૂકાયા છે, જેમાંથી બે આંશિક રીતે દાઝી ગયા હતા.
kandla


દાઝી ગયેલા પૈકી એક મેનલીન ફર્નાન્ડો નામના ક્રૂ મેમ્બરનું સારવાર દરમિયાન મોત થયું હતું. વેસલમાં 30 હજાર એમટી ડીઝલ ભરેલું છે અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. બુધવારના સાંજે 6:30 વાગ્યાના અરસામાં મુંબઈથી ડિઝલ ભરીને દીનદયાલ પોર્ટ, કંડલા આવી પહોંચેલું ભારતનો ફ્લેગ ધરાવતું જીનોસા ટેન્કર જહાજ પોર્ટમાં બર્થીંગ કરવા માટે વેઈટિંગ હોવાથી ઓટીબીમાં લાંગરેલું હતું ત્યારે એકાએક તેના એન્જિન રૂમમાંથી ધુમાડા ઉઠવા લાગ્યા હતા. મશીનની કામગીરી દરમ્યાન ઘર્ષણના કારણે આવું થઈ રહ્યા હોવાનું માની ક્રૂ મેમ્બર સ્થળ પર પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓ કાબૂ બહાર હોવાનું પ્રતિત થતાં આ અંગે નજીકના બંન્ને પોર્ટ ડીપીટી અને અદાણીને મેસેજ કર્યા હતા. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા ફોમ અને પાણી વડે પ્રયાસ ચાલ્યા હતા. આ શીપના એજન્ટ કંપની એટલાંટ શીપીંગનો સંર્પક કરતા તેમણે જહાજ મુંબઈથી આવ્યું હોવાનું અને અંદર 30 હજાર એમટી ડીઝલ ભરેલું હોવાનું જણાવ્યું હતું. પોલીસના સુત્રોએ અંદર 26 ક્રૂ મેમ્બર ઘટના સમયએ સવાર હોવાનું અને તેમાંથી બે આંશિક દાઝી ગયા હોવાથી સારવાર અર્થે કંડલા ખસેડાયાનું અને બાકી તમામ સલામત હોવાનું જણાવ્યુ હતું. તો દાઝી ગયેલા પૈકી નિપજ્યું છે. 
 

 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા તોગડિયા બોલ્યા, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાને બુધવારની સાંજે અમદાવાદની ચંદ્રમણી ...

news

જિનપીંગ, આબે અને નેતન્યાહુ જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા શા માટે આવ્યા ગુજરાત ?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગુજરાતની મુલાકાત લેનારા ત્રીજા વિદેશી ...

news

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ...

news

સરકારને દોડતી રાખવા કોંગ્રેસનો નવતર અભિગમ, સરકારી વિભાગો પર નજર રાખશે કોંગી ધારાસભ્યો

ગુજરાતમાં ભાજપની નવરચીત સરકાર અનેતેની કામગીરી પર વોચ રાખવા માટે કોંગ્રેસ પડછાયો બની રહેશે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine