નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (16:54 IST)

Widgets Magazine
gift for modi


ઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ ભેટમાં આવી છે. આ વાન ભારત-પાકિસ્તાન સીમા પર મૂકવામાં આવશે. આ વાનથી સમુદ્રનું ખારુ પાણી પીવાલાયક બનાવી શકાય છે.ભારત-પાકિસ્તાનની સરહદે આ વાનને ખુલ્લી મૂકાઈ હતી, બાવળા ખાતેથી જ મોદી અને નેતન્યાહૂએ આ વાનને ખુલ્લી મૂકી હતી. આ વાનને કારણે બીએસએફના જવાનોને હવે શુદ્ધ પાણી મળશે.અતિ આધુનિક સુવિધાથી સજ્જ જીપની કિંમત 72 લાખ જેટલી છે.
gift for modi

આ જીપ 20 હજાર લીટર જેટલું સમુદ્રનું ખારું પાણી અને 80 હજાર લીટર જેટલા નદીના ગંદા પાણીને એક દિવસમાં શુદ્ધ કરી શકે છે. હાલમાં સીમા ક્ષેત્રમાં સેનાના જવાનો માટે આ જીપ દ્વારા પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિમાં પણ આ જીપ ઉપયોગમાં આવશે. જીપનું વજન 1540 કિલોગ્રામ અને સ્પીડ 90 કિલોમીટર પ્રતિકલાકની માનવામાં આવે છે. નોંધનીય છે કે મોદી જ્યારે ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા ત્યારે નેતન્યાહૂએ વોલ્ગા બીચ ખાતે તેમને આ જીપ બતાવી હતી. નેતન્યાહૂએ આ જીપને ચલાવી હતી તેમજ મોદીએ તેમા સવારી પણ કરી હતી. આ જીત દ્વારા બંને દેશના પીએમની હાજરીમાં ખારા પાણીને મીઠુ કરીને ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોબાઇલવાન નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ Benjamin-netanyahu ભારત-પાકિસ્તાન સીમા . જીપની કિંમત 72 લાખ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સરકારને દોડતી રાખવા કોંગ્રેસનો નવતર અભિગમ, સરકારી વિભાગો પર નજર રાખશે કોંગી ધારાસભ્યો

ગુજરાતમાં ભાજપની નવરચીત સરકાર અનેતેની કામગીરી પર વોચ રાખવા માટે કોંગ્રેસ પડછાયો બની રહેશે ...

news

Rape- રેપ પીડિત કપડાની લાગી પ્રદર્શની, કહ્યું કપ્ડા રેપને નહી રોકી શકતા

બ્રૂસેલ્સ ના મોલનબીકમાં રેપ પીડિતના કપડાની પ્રદર્શની લગાવી. આ પ્રદર્શનીની ચર્ચા દરેક ...

news

વડોદરાના સિનિયર સિટીઝન દંપતિ 18000 કિમીના મોટરસાયકલ પ્રવાસે નીકળશે

યુવાનોને શરમાવે તેવું સાહસ અત્રેના એક દંપતી કરવા જઈ રહ્યાં છે. વૃધ્ધ રોજ મંદિરે દર્શન ...

અમદાવાદ પધારેલા બંને પીએમ માટે તૈયાર કરાયું છે ચટાકેદાર ભોજનનું મેનું

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine