વડોદરાના સિનિયર સિટીઝન દંપતિ 18000 કિમીના મોટરસાયકલ પ્રવાસે નીકળશે

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (14:31 IST)

Widgets Magazine
motorcycle


યુવાનોને શરમાવે તેવું સાહસ અત્રેના એક દંપતી કરવા જઈ રહ્યાં છે. વૃધ્ધ રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વનસૃષ્ટિ બચાવોના સામાજિક સંદેશ યુવા પેઢીને આપવાના ઉમદા આશયથી વડોદરાનું દંપતી તા.૧૮મીના રોજ ઉત્તર ભારત થઈ બર્મા, થાઈલેન્ડ અને કંમ્બોડિયા સુધી બુલેટ બાઈક પર ૧૮૦૦૦ કિ.મી.ના પ્રવાસે જનાર છે.

અત્રેના આર.વી.દેસાઈ રોડ ખાતે રહેતા ૭૩ વર્ષના મોહનલાલ ચૌહાણ અને તેમના ૬૬ વર્ષના પત્ની લીલાબેન અગાઉ બાઈક પર દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. અને ૬૫૦૦ કિ.મી. મોટર સાયકલ પ્રવાસ કરી દક્ષિણના હિન્દુ મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા. દક્ષિણ ભારત ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નેપાળ, સિક્કિમ, આસામ મેઘાલય, મણીપુર રાજયોનો ધાર્મિક પ્રવાસ પણ તેમણે બાઈક પર કર્યો હતો. હવે આ વૃધ્ધ દંપતી તા.૧૮મીના રોજ વડોદરા ખાતેથી તેમનો પ્રવાસ શરૃ કરી હાલોલ, ગોધરા, દાહોદ થઈ મધ્યપ્રદેશ ખાતે ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, વારાણસી પછી બિહાર, ઝારખંડ, ઓરિસ્સા થઈ મ્યાનમાર, બર્મા, થાઈલેન્ડ થઈ કંમ્બોડિયા ખાતે ૪૦૨ એકરમાં પથરાયેલા વિશાલ હિન્દુ મંદિરમાં જઈ દર્શન કરનાર છે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે આજના યુવાનોમાં વનસૃષ્ટિ બચાવોના સામાજિક સંદેશો પણ પહોંચાડનાર છે. મોહનલાલ ચૌહાણે અગાઉ ગુજરાતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા ૨૫૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

અમદાવાદ પધારેલા બંને પીએમ માટે તૈયાર કરાયું છે ચટાકેદાર ભોજનનું મેનું

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે ...

news

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તોગડીયાનો પર્દાફાસ કર્યો, એન્કાઉન્ટરની વાત ઉપજાવેલી હતી

વિશ્વહિન્દુ પરિષજના નેતા ડો. પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટરના ડરથી રાજસ્થાન પોલીસની ધરપકડ ...

news

તોગડિયાના ગુમ થવાના મામલે અનેક પ્રશ્નો સર્જાયા

તોગડિયાને હોસ્પિટલમાં દાખલ કરી ઘનશ્યામ ચરણદાસ કેમ ભાગી ગયા તોગડિયાની સાથે રિક્ષામાં જનારા ...

news

મોદી સરકારની વિદેશ નીતિ સામે મુસ્લિમ સંસ્થાઓ ખફા, અમદાવાદમાં ઇઝરાયલ વડાપ્રધાન નેતાન્યાહૂ વિરૃધ્ધ દેખાવો કરશે

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ બુધવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine