અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તોગડીયાનો પર્દાફાસ કર્યો, એન્કાઉન્ટરની વાત ઉપજાવેલી હતી

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (12:33 IST)

Widgets Magazine
togdiya


વિશ્વહિન્દુ પરિષજના નેતા ડો. પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટરના ડરથી રાજસ્થાન પોલીસની ધરપકડ ટાળવા નાટક રચ્યું હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો, એટલું જ નહી તોગડિયા કારમાં કોતરપુર પહોચ્યા હતા ત્યાં તેમના મિત્ર ઘનશ્યામે ૧૦૮ને બોલાવી હતી અને તેઓ શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં બેભાન હાલતમાં આવ્યા હોવાની વાત ખોટી સાબિત થઇ હતી.

એમ્બ્યુલન્સના સ્ટાફે ચેકઅપ કરતાં તેમની તબિયત બિલકુલ સારી હતી. પ્રવીણ તોગડિયાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાતને લઇને સોમવારે વીએચપીના કાર્યકારોએ સોલા પોલીસ સ્ટેશન હોબાળો મચાવ્યો હતો અન એસજીહાઇવે તથા પાલડીમાં વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ બનાવ અંગે ક્રાઇમબ્રાંચ જેસીપી જે.કે.ભટ્ટના જણાવ્યું હતું કે તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું હતુ, કે પ્રવીણ તોગડિયા સવારે ૧૧ વાગે પોતાના સાથી કાર્યકર ધીરુભાઇ કપુરીયા સાથે રિક્ષામાં બેસીને પાલડી વીએચપી કાર્યાલયથી નીકળ્યા હતા. ત્યાંથી નહેરુનગર પહોચીને તેમના મિત્ર ઘનશ્યામભાઇનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો અને થલતેજમાં સગીની બંગલોઝ ખાતે ઘનશ્યામભાઇના ત્યાં ૧૧.૩૦ વાગે પહોચ્યા હતા. પ્રવીણ તોગડિયાના ઉતાર્યા બાદ ધીરુભાઇ કપુરીયા થોડોક સમય રોકાઇને બપોરે ૨ વાગે નહેરુનગર આવ્યા હતા અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો. ત્યારબાદ રાત્રે ૮ કલાકે ઘનશ્યામભાઇ ચરણદાસે પોતાના ડ્રાઇવર નિકુલ રબારીને બોલાવીને કારમાં પ્રવીણભાઇની લઇને નીકળ્યા હતા જ્યાં સરદારનગર કોતરપુર ખાતે રાત્રે ૮.૩૦ વાગે પહોચ્યા હતા. ઘનશ્યામભાઇને પોતાના ડ્રાઇવરના મોબાઇલ ફોનથી ૧૦૮ને ફોન કરીન અજાણ્યા બિમાર હોવાની વાત કરીને ડ્રાઇવરને ત્યાંથી રવાના કર્યો હતો. અમ્બ્યુલન્સના ટેનીકનીશનના ્સ્ટાફે આવીને પ્રવીણ તોગડિયાને ચેકઅપ કર્યા ત્યારે તેમની તબિયત બીલકુલ સારી હતી. જો કે ઘનશ્યામભાઇ કહેવાથી પ્રવીણ તોગડિયાને શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘનશ્યામભાઇ ત્યાંથી રવાના થઇ ગયા હતા. બીજીતરફ મોડી રાતે ચન્દ્રમણી હોસ્પિટલના ડોક્ટરોએ ્પ્રવીણ તોગડિયા અર્ધ બેભાન હાલતમાં હોવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચન્દ્રમણિના ડોક્ટરના પણ નિવેદનો લેવામાં આવશે અને ડોક્ટરોએ કોના ઇશારે આ નાટકને સમર્થન આપ્યું હતુ, તે દિશાામાં પણ તપાસ કરવામાં આવશે. આમ પ્રવીણ તોગડિયાના અપહરણ અને એન્કાઉન્ટરના ૧૧ કલાક સુધી ચાલેલા નાટકનો ખૂદ પોલીસે જ ભાંડો ફાડયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તોગડીયાનો પર્દાફાસ એન્કાઉન્ટરની વાત Pravin Togdiya Gujarati News Tags: *

Loading comments ...

ગુજરાત સમાચાર

news

તોગડિયાના ગુમ થવાના મામલે અનેક પ્રશ્નો સર્જાયા

તોગડિયાને હોસ્પિટલમાં દાખલ કરી ઘનશ્યામ ચરણદાસ કેમ ભાગી ગયા તોગડિયાની સાથે રિક્ષામાં જનારા ...

news

મોદી સરકારની વિદેશ નીતિ સામે મુસ્લિમ સંસ્થાઓ ખફા, અમદાવાદમાં ઇઝરાયલ વડાપ્રધાન નેતાન્યાહૂ વિરૃધ્ધ દેખાવો કરશે

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ બુધવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં ...

news

Live Video - મોદી-નેતન્યાહુની ગુજરાત મુલાકાત, નેતન્યાહુ એ ઉડાવી પતંગ...

વડાપ્રધાન મોદી અને ઇઝરાયલી PM નેતન્યાહૂની અમદાવાદ મુલાકાતને લઈને શહેર સુરક્ષાના અભેદ્ય ...

news

આફ્રિકા, બ્રિટન, કે અખાતી દેશોના બદલે પોરબંદરના યુવાનોમાં હવે ઇઝરાયલ હોટફેવરિટ!

પોરબંદર અને આસપાસના વિસ્તારોના ૧૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓ હાલ ઇઝરાયલમાં નોકરી કરી રહ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine