ભાજપ-આરએસએસના એકેય નેતાએ પ્રવિણ તોગડિયાના ખબરઅંતર પૂછયાં નહીં, હાર્દિક,મોઢવાડિયા,વણઝારા સિવાય કોઇ ફરક્યું નહીં

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:49 IST)

Widgets Magazine
togdiya

 
ધોતિયાકાંડ-ગોધરાકાંડના હિરો ગણાતાં પ્રવિણ તોગડિયા હોસ્પિટલના બિછાને છે છતાંયે એકેય ભાજપ કે આરએસએસના નેતાએ ખબરઅંતર પૂછ્યા ન હતાં. હાર્દિક પટેલ,અર્જૂન મોઢવાડિયા અને ડી.જી.વણઝારાને બાદ કરતાં કોઇએ હિંદુવાદી નેતાની તબીયત કેવી છે તે જાણવામાં જરાયે રસ દાખવ્યો ન હતો. એન્કાઉન્ટર અને રાજસ્થાન પોલીસની ધરપકડના બીકે પ્રવિણ તોગડિયા આઠ કલાકથી વધુ અજ્ઞાાતવાસમાં રહ્યાં હતાં જેના પગલે વીએચપીના કાર્યકરો લાગણીવશ થઇ રોડ પર ઉતરી આવ્યા હતાં.

આજે જયારે તોગડિયાના ત્રાગા વિશે પોલીસે ખુદ ભાંડો ફોડયો કે, તેઓ ખુદ કોતરપુર સુધી કારમાં ગયા હતાં,ઘેરથી નીકળ્યાં ત્યારે જ ચંદ્રમણિ હોસ્પિટલના ડૉક્ટરને ફોન કરી દેવાયો હતો. આ આખાય નાટક બાદ તોગડિયાને કદાચ એમ હશે કે,ચાહકો,મિત્રો,રાજકીય નેતા,કાર્યકરો તબીયત પૂછવા હોસ્પિટલ પર ઉમટી પડશે પણ આ આખીય વાત ખોટી સાબિત થઇ. હિંદુ હૃદય સમ્રાટને આખોય દિવસ પૂછવા હોસ્પિટલમાં કોઇ ફરક્યુ નહી.ખાસ કરીને એકેય ભાજપનો નેતા-મંત્રી ડોકાયો ન હતો. એવી ચર્ચા ચાલી કે, એવો તો કોનો ડર છેકે, હિતેચ્છુ ય હોસ્પિટલમાં આવતા ડરે છે. સોશિયલ મિડિયામાં ય આ મુદ્દો છવાયો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રવિણ તોગડિયા ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ ભાજપ-આરએસએસ Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - 12 કરોડના આ સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલ ખાતે મળશે મોદી અને નેતાન્યાહુ

વડાપ્રધાન મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાબરકાંઠાના વદરાડ ખાતેના ...

news

LaTest News- વદરાડના સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલ ખાતે મળશે PM Modi and Israel PM Netanyahu

વદરાડના સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલ PM Modi and Israel PM Netanyahu to visit Vadrad in ...

news

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હી ખાતે જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ ...

news

વડોદરાનું પ્રેમીયુગલ ન્યૂઝિલેન્ડના દરિયામાં તણાયું, પતિનું મોત પત્ની બચી ગઈ

એક મહિના પહેલાં જ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine