ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાંખવાની ધમકી

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (11:49 IST)

Widgets Magazine
mansukh vasava

ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવાનો વિવાદ ઘેરો બન્યો છે. ગત સત્રમાં સંસદમાં આ પ્રશ્નો ઉભા કરીને અપાયેલા પ્રમાણપત્રો રદ્દ કરવા માંગ કરનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેમના નિવાસસ્થાનના લેન્ડલાઇન ફોન પર ત્રણ દિવસમાં 50થી વધુ ફોન કરી તેમનો મૃત્યુઘંટ વાગી ચુકયો હોવાની ધમકીઓ મળતાં તેમણે એસપીને અરજી આપી તપાસની માંગ કરી છે.

ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ સંસદમાં ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવાનો મુદો ઉઠાવ્યો છે. સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં બાદ હવે તેઓ ભરવાડ અને રબારી સમાજના નિશાના પર આવી ગયાં છે. સાંસદે નર્મદા એસપીએ અરજી આપી ધમકી આપનારાઓને શોધી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.  તેમણે કહ્યું હતું કે મારા ઘરનો ફોન એક કાર્યકરે ઉપાડયો હતો અને તે સમયે હું કાર્યક્રમમાં હતો. ફોન કરનારે કહયું હતું કે, કયાં છે મનસુખ વસાવા. તે આવે તો તેમને કહી દેજો કે તેમના દિવસો ભરાઇ ગયાં છે. તેમનો મૃત્યુઘંટ વાગી ચુકયો છે.  વસાવાએ કહ્યું હતું કે હું કોઇ સમાજનો વિરોધી નથી. આદિવાસી સમાજને બંધારણીય હકકો મળે તે માટે લડત ચલાવી રહયો છું. મને ડરાવી ધમકાવીને લડત બંધ થાય તેવું પૂર્વ આયોજીત કાવતરૂ છે. સૌરાષ્ટ્ર તરફના ભરવાડો અને તરફથી આ કૃત્ય કરાઇ રહયું હોવાની શંકા છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

તોગડીયા પત્રકાર પરિષદમાં રડી પડ્યાં, મારુ એન્કાઉન્ટર કરવાનું કાવતરૂ છે

વીએચપીના નેતા પ્રવિણ તોગડિયાએ આખરે પત્રકાર પરિષદ યોજીને આખા ઘટનાક્રમ અંગે થોડી વાત કરી ...

news

Live તોગડિયાની પ્રેસ કોન્ફ્રેંસ - ગુજરાત સરકાર પર તોડિયાનો આરોપ, મારા પર લાંબા સમયથી ષડયંત્ર ચાલે છે

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના અધ્યક્ષ પ્રવિણ તોડડિયા થોડી જ વારમાં પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. ...

news

પ્રવિણભાઈ મળ્યા પણ હજી સુઘી આ સવાલોના જવાબ નથી મળી શક્યા

આખરે વીએસપીના નેતા પ્રવીણ તોગડિયા સોમવારે સાંજે ચંદ્રમણિ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા ...

news

ડો.તોગડિયા રીક્ષામાં બેસીને પોતાની મેળે ઘરેથી નિકળ્યા છે : પોલીસનો મોટો ખૂલાસો

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે એક તરફ કાર્યકરોએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine