રાજસ્થાન પોલીસે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી, ગુજરાત પોલીસ પાસે પણ આ અંગે પૂરી વિગતો નથી

Last Modified સોમવાર, 15 જાન્યુઆરી 2018 (17:03 IST)

આજે વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ અને ગુજરાતની સોલા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. સોલા પોલીસ સ્ટેશનનના પીઆઈ જેએસ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે અમારી મદદ માગી હતી. અમારો સ્ટાફ અને રાજસ્થાન પોલીસની ટીમ ધરપકડ કરવા માટે તોગડિયાના ઘરે ગયા હતા. જોકે તોડગડિયા ઘરે મળ્યા નહોતા. જેથી સોલા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી રાજસ્થાન પોલીસ પરત ફરી હતી. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા ઈન્ચાર્જ(ઉત્તર ગુજરાત) હેમેન્દ્ર ત્રિવેદી મુજબ, પોલીસે આજે બપોરના 11 વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે. પ્રવીણ તોગડિયાનું નામ રાજસ્થાનના ગંગાનગર પોલીસ સ્ટેશનમાં 10 વર્ષ જુના કેસમાં અચાનક ખોલવામાં આવ્યું છે. જેને લઈને વીએચપીએ આરોપ મુક્યો છે કે, કિન્નાખોરી રાખીને ફરીથી કેસ ખોલવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસ આજે
સવારે તોગડીયાને ઉઠાવીને લઈ ગઈ છે. તેમને શા માટે ઉપાડી જવામાં આવ્યા તે અંગે કોઈને કહેવામાં આવ્યું નથી. તેમને ચૂપચાપ ઉઠાવીને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તે અંગે રાજસ્થાન પોલીસ કંઇ કહેવા તૈયાર નથી. VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તોગડિયા જ્યારથી સંઘ અને ભાજપની ઈચ્છા વિરુદ્ધ જઈને ફરીવાર અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમને વૈચારિક રીતે ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નેતાઓ સક્રિયતાથી યોજના ઘડી રહ્યા છે. તેમની સામે ગુજરાતમાં કેસ શરુ કરાયા છતાં તોગડીયા ઝૂક્યા ન હોવાથી રાજસ્થાન પોલીસને એક કેસમાં ડૉ. પ્રવીણ તોગડીયાની ધરપકડ કરવા માટે ગુજરાત મોકલવામાં આવી હતી. VHPના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ ગુજરાતમાં આવી છે, તે સામાન્ય પ્રકારની હલચલ નથી પણ અમને શંકા છે કે, તોગડીયાનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી સંભાવના છે. પાસે પણ આ અંગે પૂરી વિગતો નથી.


આ પણ વાંચો :