પ્રવિણભાઈ મળ્યા પણ હજી સુઘી આ સવાલોના જવાબ નથી મળી શક્યા

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (10:32 IST)

Widgets Magazine
togdiya


આખરે વીએસપીના નેતા પ્રવીણ તોગડિયા સોમવારે સાંજે ચંદ્રમણિ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા પરંતુ હજુ પણ કેટલાંય સવાલો એવા છે જેના જવાબ નથી મળી શક્યાં.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તોગડિયા બદ્રેશ નજીક કોતર પુર રોડ પર સોમવારે સાંજે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તે સત્યને શોધવા માટે આખો દિવસ શું થયુ તે સમગ્ર ઘટનાની તપાસ કરશે. શહેરના ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અમને વિશ્વ હિન્દુ પરિષદએ તોગડિયાને શોધવા માટે વિનંતી કરી હતી. તેમના જણાવ્યા મુજબ તોગડિયા VHP ઑફિસમાંથી સવારે 10.45 વાગે ગુમ થઈ ગયા હતા.
pravin togdiya

તેઓ સૌથી પહેલા તોગડિયાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે અને પછી આખા દિવસ દરમિયાન તેમના લોકેશનની ભાળ મેળવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દાઢી રાખતો VHPનો જ એક માણસ ધીરુ કપૂરિયા તોગડિયા સાથે રિક્ષામાં હતો. તે તોગડિયા વિષે જે કહેવાયુ છે તે સાચુ છે કે નહિ તે અંગે પણ તપાસ કરશે.પોલીસ હાલમાં કપૂરિયાની તપાસ કરી રહી છે પરંતુ VHPના જનરલ સેક્રેટરી રણછોડ ભરવાડ સહિત ટોચના હોદ્દેદારો હાલમાં કપૂરિયા વિષે હોઠ સીવીને બેઠા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું, અમે એ પણ તપાસ કરશું કે તોગડિયાનો ફોન કેમ સ્વીચ ઑફ હતો અને તે સોમવારે સાંજે કોતરપુર કેવી રીતે પહોંચ્યા. જે લોકોનો તોગડિયા સાથે સંપર્ક હતો તેમની હજુ સુધી ભાળ નથી મેળવી શકાઈ. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અમે તોગડિયા પાલડીની VHP ઑફિસમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે હતા તે ધીરુભાઈના કૉલ રેકોર્ડ્સ પણ મંગાવ્યા છે. અમારી ટીમ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. જે વ્યક્તિએ 108ને ફોન કર્યો અને તોગડિયા વિષે જાણ કરી તેની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live તોગડિયાની પ્રેસ કોન્ફ્રેંસ - ગુજરાત સરકાર પર તોડિયાનો આરોપ, મારા પર લાંબા સમયથી ષડયંત્ર ચાલે છે

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના અધ્યક્ષ પ્રવિણ તોડડિયા થોડી જ વારમાં પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. ...

news

ડો.તોગડિયા રીક્ષામાં બેસીને પોતાની મેળે ઘરેથી નિકળ્યા છે : પોલીસનો મોટો ખૂલાસો

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે એક તરફ કાર્યકરોએ ...

news

11 કલાક પછી બેહોશીની હાલતમાં મળ્યા VHP નેતા પ્રવિણ તોગડિયા

: VHP અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસેથી બેભાન હાલતમાં મળી ...

news

તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ એસજી હાઈવે પર ચક્કાજામ

આજે વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાને રાજસ્થાન પોલીસ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine