શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2018 (13:07 IST)

સોશિયલ મિડિયામાં જાતિવાદ ભડક્યો, પાટીદારોને ઘરમાં ઘૂસીને મારતી પોલીસ અમદાવાદમાં કેમ ચૂપચાપ જોતી રહી

ફિલ્મ પદ્માવતના વિરોધમાં બેકાબૂ તોફાનીઓએ અમદાવાદ શહેરને જાણે બાનમાં લઇ લીધુ હતુ.મોલથી માંડીને શો-રૃમ,વાહનોની તોડફોડ,આગચંપી કરી હતી. આ ઘટના બાદ સોશિયલ મિડિયામાં જાણે જાતિવાદ ભડક્યુ છે.વોટ્સએપ,ફેસબુકમાં સરકાર-પોલીસ વિરૃધ્ધ કોમેન્ટોની ભરમાર જામી છે. અમદાવાદમાં થયેલા તોફાનો બાદ ભાજપ સરકાર,પોલીસ શંકાના ઘેરામાં આવી છે.

સોશિયલ મિડિયામાં લોકોએ એવી કોમેન્ટો કરવા માંડી છેકે, અનામત આંદોલન વખતે ઘરમાં ઘૂસીને નિર્દોષ પાટીદાર મહિલા-બાળકોને મારવામાં શૂરી બનેલી પોલીસે આ વખતે કેમ કોઇ શૂરાતન દેખાડયુ નહીં,નિર્દોષ લોકોના વાહનોને આગચંપી કરવામાં આવી,શોરૃમ,મોલમાં તોડફોડ કરવામાં આવી છતાંય પોલીસ કેમ મૂકપ્રેક્ષક બનીને જોતી રહી. મહેસાણામાં ૫૦૦૦ના ટોળાને કાબૂમાં લેવા પોલીસ સક્ષમ છે તો,પછી અમદાવાદમાં ૧૫૦૦ના ટોળાને કેમ કાબૂમાં કરી શકાયુ નહીં. સરકાર સામે જ અંગૂલીનિર્દેશ કરતી એવી પણ કોમેન્ટ થઇ છેકે,સુપ્રિમ કોર્ટના ઓર્ડરનો ભાજપ સરકાર દ્વારા જ મૂક તિરસ્કાર થઇ રહ્યો છે. કોરેગાંવનો ઉલ્લેખ કરી એવી કોમેન્ટ થઇછેકે,કોરેગાંવમાં જીજ્ઞોશ મેવાણીને તોફાનમાં જવાબદાર ગણીને એફઆઇઆર કરવામાં આવી,ભીમઆર્મી સેનાના ચંદ્રશેખર સામે રાસૂકા લગાવી કાર્યવાહી કરવામાં આવી,દલિત આગેવાનોને દેશદ્રોહી ગણવામાં આવી રહ્યાં છે જયારે અમદાવાદમાં બિન્દાસપણે તોફાન મચાવનારાંને શું દેશપ્રેમી ગણવામાં આવી રહ્યાં છે. ગૃહમંત્રીને ચપ્પલ મારનાર ગોપાલ ઇટાલિયાએ એવો સવાલ ઉઠાવ્યો છેકે,પદ્માવત પર વિવાદ થતા સરકાર સહયોગ આપી રહી છે તો,પાવર ઓફ પાટીદાર ફિલ્મને ગુજરાતમાં સરકાર કેમ સેન્સરબોર્ડનું પરિણામ આપતી નથી. લોકોએ એ પણ કોમેન્ટો કરી છેકે, જો ખરેખર લોકો સ્ત્રીના સન્માનની આટલી ચિંતા કરે તો,ભારતમાં એકેય બળાત્કાર,છેડતીનો કિસ્સો બને નહીં.આમ,સોશિયલ મિડિયામાં ભાજપ સરકાર-પોલીસની કામગીરીની ભરપૂર ટીકાઓ થઇ રહી છે.