ગુજરાત વિધાનસભામાં OBC ધારાસભ્યોની સંખ્યા વધી , પાટીદારોની ઘટી
ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટી તરફથી પાટીદાર અને ઓબીસી સમાજના મતદારોને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા. OBC ઉમેદવારોને ટિકિટ પણ વધારે પ્રમાણમાં આપવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના કુલ 62 ધારાસભ્યોએ જીત મેળવી છે અને 45 પાટીદાર ધારાસભ્યોએ જીત મેળવી છે. જો OBC ઉમેદવારોની વાત કરીએ તો 2012ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે વિધાનસભામાં 3 ગણા વધારે OBC ધારાસભ્યો જશે, જ્યારે પાટીદાર ધારાસભ્યોની સંખ્યા સરખામણીમાં ઘટી છે.ચૂંટાયેલા OBC ધારાસભ્યોમાંથી 16 ઠાકોર, 14 કોળી પટેલ અને 15 ક્ષત્રિય સમાજના છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકોમાં 57 OBC ઉમેદવારોને ટિકિટ આપી હતી. પાટીદાર વોટબેન્ક જાળવી રાખવા માટે ભાજપે 52 પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી હતી. જો કે ભાજપે 2012માં પણ 52 પાટીદાર ઉમેદરાવોરને જ ટિકીટ આપી હતી.કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસે 2012માં 57 OBC ઉમેદવારોને ટિકીટ આપી હતી, જ્યારે 2017માં 65ને ટિકીટ આપી છે.